મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડિયા પાસે યુવાન ઉપર હુમલો કરનારા ખનીજ માફિયાઓ સામે પગલાં લેવા સમાજની માંગ


SHARE







મોરબીના જાંબુડિયા પાસે યુવાન ઉપર હુમલો કરનારા ખનીજ માફિયાઓ સામે પગલાં લેવા સમાજની માંગ

મોરબીના જાંબુડિયા ગામાં પાસે થોડા દિવસો પહેલા ખાણીજચોરીની અરજી કરનારા યુવાનને માર મરવામાં આવ્યો હતો જેથી મોરબી જિલ્લા અનુસીચિત જાતિના લોકોએ કલેકટર મારફત રાજ્યપાલને આવેદન આપ્યું હતુ અને મોરબી જિલ્લામાં ખનીજ ચોરોની સામે આકરા પગલાં લેવમાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે તો પણ અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી અને જો કે, ખનીજચોરીની સામે અવાજ ઉઠાવે તો તેના ઉપર હુમલા કરવામાં આવે છે આવો જ બનાવ જાંબુડિયા ગામે બન્યો હતો જેના ઘેરા પ્રત્યાઘાતો સમાજમાં પડ્યા છે અને મોરબી જિલ્લા અનુસીચિત જાતિના લોકોએ કલેકટર મારફત રાજ્યપાલને આવેદન આપ્યું છે જેમાં લખ્યું છે કે, અગાઉ ખનીજચોરીની અરજી કરનારા યુવાન કમલેશભાઈ ખરા ઉપર તાજેતરમાં ખનીજચોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ બનાવની તટસ્થ તપાસ કરી હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે






Latest News