મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

પોલીસનો ભય કયાં..? : હળવદ પોલીસમાં અરજી કરનાર આધેડ ઉપર બસ સ્ટેશન નજીક ત્રણ શખ્સોએ કર્યો હુમલો


SHARE







પોલીસનો ભય કયાં..? : હળવદ પોલીસમાં અરજી કરનાર આધેડ ઉપર બસ સ્ટેશન નજીક ત્રણ શખ્સોએ કર્યો હુમલો

હળવદ શહેરમાં સુનિલ નગરમાં રહેતા આધેડે અગાઉ પોલીસમાં કરેલી અરજી કરી હતી જેનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા બસ સ્ટેશન પાસે તેને ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ ધોકા પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને આધેડને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેણે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.જોકે છાશવારે જિલ્લામાં જે રીતે નિર્દોષ લોકો તેમજ ખુદ પોલીસ ઉપર નિર્ભય થઈને ગુનેગારો દ્રારા હુમલા કરવામાં આવી રહ્યા છે તે બાબત જિલ્લામાં પોલીસની ધાક કેવી છે..?! તે દર્શાવવા માટે પૂરતી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ શહેરમાં આવેલ સુનિલ નગરમાં રહેતા ગોવિંદભાઈ અમરાભાઇ બોચિયા (ઉંમર ૫૦) એ વિપુલભાઈ કાનજીભાઈ, ગડુ ઉર્ફે હિંમત કાનજી રહે. બંને હળવદ બસ સ્ટેન્ડ પાછળ અને મહેશ રહે.મૂળ સડલા તાલુકો મુળી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે અગાઉ તેણે પોલીસમાં અરજી કરી હતી જે બાબતે આરોપીઓને સારું નહીં લાગતા તેનો ખાર રાખીને આરોપીઓએ હળવદના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ ધોકા અને પાઇપ વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા ગોવિંદભાઈ બોચિયાએ સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિપુલ કાનજી, ગડુ કાનજી અને મહેશની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

ચાર જુગારી પકડાયા

મોરબી શહેરના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ મચ્છુ માતાજીના મંદિર સામેની શેરીમાં જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી.ત્યારે કિશન ભીખાભાઈ મેવાડા, તોફિક ગુલામભાઈ અજમેરી, નૂરમહમદ જુસબભાઈ કટિયા અને અલ્તાફભાઈ યુનુસભાઈ અજમેરી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૨,૦૫૦ રૂપિયાની રોકડ કબ્જે કરી હતી અને જૂગારધારા મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના પાનેલી ગામે રહેતો ઉદય ભીમાભાઇ પડસારીયા નામનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે મકાનસર ગામ પાસે તેના બાઇકની આડે કૂતરું ઉતરતા ઈજાઓ થવાથી તેને વાંકાનેર ખાતે સારવારમાં ખસેડાયો હતો.જ્યારે હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા લાલજીભાઈ મોહનભાઈ દેવીપુજક નામના ૩૦ વર્ષના યુવાને કોઈ કારણસર ઝેરી દવા પી લેતા તેને અહીંની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના મોટાભેલા ગામે રહેતી કર્વા કાંતિભાઈ ખાંભળીયા નામની ૧૬ વર્ષીય યુવતી બાઈકમાંથી પડી જતા ઇજાઓ થવાથી સારવારમાં ખસેડવામાં આવી હતી.
 
દંપતી સારવારમાં
 
મોરબીના લખધીરવાસ વિસ્તારમાં રહેતા કિશોરસિંહ દેવજી રાઠોડ (૪૯) અને કલ્પનાબેન કિશોરસિંહ રાઠોડ (૩૦) બંને વાહનમાં પાડાપુલ નજીક શંકર આશ્રમ પાસેથી જતા હતા ત્યારે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી બંનેને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના નાની વાવડી ગામે રહેતા સોનલબેન સંદીપભાઈ ચાવડા નામની ૨૭ વર્ષીય મહિલા કોઈ કારણોસર તેના ઘર ફિનાઇલ પી જતા તેણીને સારવાર માટે ખસેડવામાં આવી હતી બનાવને પગલે તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી





Latest News