હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના જુના દેવળીયા ગામે વરસાદી પાણીના નિકાલ બાબતે સરપંચ ઉપર તેના કૌટુંબિક ભાઈનો છરી વડે હુમલો


SHARE











હળવદના જુના દેવળીયા ગામે વરસાદી પાણીના નિકાલ બાબતે સરપંચ ઉપર તેના કૌટુંબિક ભાઈનો છરી વડે હુમલો

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે વરસાદી પાણીના નિકાલ બાબતે સરપંચ ઉપર તેના કૌટુંબિક ભાઈએ છરી વડે હુમલો કર્યો હતો જેથી કરીને ઈજા પામેલા સરપંચને પ્રથમ સારવાર માટે હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા છે અને હાલમાં આ બનાવની હળવદ તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને ફરિયાદ લેવા માટે થઈને તજવી શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામના સરપંચ વશરામભાઈ મૂળજીભાઈ સોલંકી (ઉંમર ૪૦) ઉપર તેના કૌટુંબિક ભાઈ શૈલેષભાઈ હરિભાઈ સોલંકીએ છરી વડે હુમલો કર્યો હતો જેથી કરીને ઈજા પામેલા જુના દેવળીયા ગામના સરપંચને સારવાર માટે પ્રથમ હળવદ ત્યાંથી મોરબી અને વધુ સારવાર માટે હાલમાં તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ બનાવમાં ભોગ બનેલા જુના દેવળીયા ગામના સરપંચ વશરામભાઈ મૂળજીભાઈ સોલંકી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગત ૧૮/૭ ના રોજ રાત્રિના ૯:૩૦ વાગ્યે શૈલેષભાઈએ તેઓને ફોન કરીને ગામના દલિત સ્મશાન પાસે બોલાવ્યા હતા અને તેઓના પ્લોટમાંથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે થઈને કહ્યું હતું અને ત્યારબાદ વરસાદી પાણીના નિકાલ બાબતે બોલાચાલી થઈ હતી અને વશરામભાઈ ત્યાંથી નીકળી ગયા હતા અને ઘરે જઈને શૈલેષભાઈના પિતા હરિભાઈને તેના દીકરાએ છરી વડે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હોવા અંગેની જાણ કરી હતી એટલી વારમાં શૈલેષભાઈ ત્યાં આવી ગયા હતા અને તેના ઉપર છરી વડે હુમલો કરવા જતાં છરી વશરામભાઈએ પકડી લીધી હોવાથી તેને હાથમાં અને શરીરને નાના મોટી ઈજાઑ થઈ હતી અને તે બનાવની તેઓએ હળવદ પોલીસમાં આરજી કરી હતી જેથી કરીને પોલીસે શૈલેષની અટકાયત કરીને મામલતદારમાં જમીન કરાવ્યા હતા અને ત્યાર પછી ફરી શૈલેષે તેના ઉપર છરી વડે હુમલો કર્યો હતો જેથી વશરામભાઈ મૂળજીભાઈ સોલંકીને વધુ ઇજા થતાં રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News