મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વતન પ્રેમ: માળીયા (મી)ના વવાણીયા ગામે દાતાઓ દ્રારા બાળકોને યુનીફોર્મ, સ્ટેશનરી અને ટીફીનની ભેટ


SHARE







વતન પ્રેમ: માળીયા (મી)ના વવાણીયા ગામે દાતાઓ દ્રારા બાળકોને યુનીફોર્મસ્ટેશનરી અને ટીફીનની ભેટ

માળીયા મિયાણા તાલુકના વવાણીયા ગામે આવેલ કન્યા શાળામાં સ્વ. નાનાલાલ દલીચંદ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શાળાની તમામ બાળાઓને યુનીફોર્મસ્ટેશનરી અને ટીફીનની ભેટ આપવામાં આવી હતી ત્યારે શાળા તરફથી તમામ દાતાઓને મોમેન્ટો અને સન્માન પત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શાળાની બાળાઓએ "રંગ ભર્યુ નાનું રૂપાળું મારૂ ગામડું ...." ગીત રજૂ કર્યુ હતું જેને સાંભળી વવાણીયા જેમની જન્મભૂમી છે તેવા દાતાઓને પોતાના વતનનાં સંસ્મરણો તાજા થઈ આવ્યા હતા. આ તકે માધ્યમિક શાળાનાં આચાર્ય દ્વારા પ્રાસંગીક વક્તવ્ય આપવામાં આવ્યું હતું ત્યાર બાદમાં કન્યા શાળાની બાળાઓ દ્વારા અભિનય ગીતો રજૂ કરવામાં આવ્યા હતા જેને જોઈ મહેમાનો ભાવવિભોર બની ગયા હતા. દાતાઓમાં મુંબઈથી આવેલા મૂળ વવાણીયાના દિલીપભાઈ મહેતાએ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું અને વવાણીયા કન્યા શાળાના આચાર્ય ઈશ્વરભાઇ સાવરિયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.






Latest News