મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબી શહેર તેમજ હાઇવે વિસ્તાર ઉપર રજડતા ઢોરની સમસ્યા અંગે કલેકટરને રજૂઆત


SHARE











મોરબી શહેર તેમજ હાઇવે વિસ્તાર ઉપર રજડતા ઢોરની સમસ્યા અંગે કલેકટરને રજૂઆત

હાલમાં વરસાદી મોસમ ચાલુ હોય અને તેને લઈને શહેરમાં ઠેર ઠેર ગંદકીના થર જમ્યા છે જેને લઇને ઢોર મુખ્ય માર્ગો ઉપર બેસી જતા હોવાની સમસ્યા હાલ મોરબી સીટીમાં જોવા મળી રહી છે.મોરબીના સીટી વિસ્તારમાં તો આ રઝડતા ઢોરની સમસ્યા છે જ તે રીતે જ મોરબીના હળવદ-ઘુંટુ રોડ ઉપર તેમજ અન્ય હાઇવે વિસ્તાર તેમજ સર્વિસ રોડ ઉપર પણ અને મુખ્ય માર્ગો ઉપર ઢોર આવી જતા હોય આ અંગે યોગ્ય પગલા ભરવામાં આવે તે માટે કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીના જાગૃત નાગરિક અને અન્ન અને નાગરિક પુરવઠા સલાહકાર સમિતિના પૂર્વ સલાહકાર પી.પી.જોશી દ્વારા હાલમાં જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી જણાવવામાં આવેલ છે કે તાજેતરમાં વરસાદી માહોલના વચ્ચે શહેરના મોટાભાગના વિસ્તારમાં ગંદકીને લીધે મુખ્ય માર્ગો ઉપર ઢોર આવી જતા હોય છે અને તેને લીધે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુસ્કેલી ઉભી થતી હોય છે અને અકસ્માત સર્જાવાનો ભય રહે છે તે રીતે જ મોરબીના સામાકાંઠે હળવદ રોડ ઉપર સહિતના આસપાસના વિસ્તારમાં અને અન્ય હાઇવેના સર્વિસ રોડ વિસ્તારોમાં પણ મુખ્ય માર્ગો ઉપર ઢોર આવી જતા હોય લોકોને તેમજ ખાસ કરીને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કર્યો કરવો પડી રહ્યો હોય આ અંગે યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી છે.તેઓએ વધુમાં જણાવેલ છેકે મોરબીના સામાકાંઠે હળવદ-ધુંટુ રોડ કે જે અમદાવાદ તરફ જવા માટેનો મેઇન હાઇવે છે.જે મહેન્દ્રનગર ચોકડીથી ઘુંટુ સુધી અસંખ્ય ખુંટીયા રખડે છે અને અવારનવાર નાના મોટા અકસ્માત પણ થાય છે અને લોકોના વાહનમાં પણ નુકશાની થાય છે.આવા ખુંટીયા રાત્રીના સમયે રોડ ઉપર આરામથી બેઠા હોય છે.જયારે સામેથી વાહન આવતું હોય ત્યારે મોટર સાયકલ ચાલકને આ ખુંટીયા દેખાતા નથી જેથી ઘણીવાર નાનામોટા અકસ્માતો પણ થાય છે.પરંતુ આ ફરીયાદ કોની સામે લખાવી તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે.તો આ તમામ રઝડતા ખુંટીયાઓને પકડીને મોરબી નગરપાલીકા સંચાલીત પંચાસર રોડ ઉપર આવેલ નંદી ધરમાં કે અન્યત્ર રાખવામાં આવે તો આ પ્રશ્ન હલ થાય તેમ છે. તેમજ આ રોડ ઉપર અસંખ્ય બિનવારસુ ગાય પણ રખડે છે તેને પકડીને ગાશાળા કે પાંજરાપોળમાં મુકવામાં આવે તે પણ જરુરી છે. 






Latest News