મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં છેલ્લી ૨૪ કલાકમાં વધુ અઢી ઇંચ વરસાદ: અતિ ભારે વરસાદની આજે આગાહી 


SHARE







મોરબીમાં છેલ્લી ૨૪ કલાકમાં વધુ અઢી ઇંચ વરસાદ: અતિ ભારે વરસાદની આજે આગાહી 

મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજ મહેરબાની કરી રહ્યા છે અને ધીમો વરસાદ વરસી રહ્યો છે દરમિયાન મંગળવારે સવારથી લઈને સાંજ સુધીમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે જો કે, મોરબી શહેર અને તાલુકામાં વધુ અઢી ઇંચ વરસાદ નોંધાયો છે અને આજે હવામાન વિભાગ દ્વારા મોરબીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી કરીને તંત્ર એલર્ટ છે

મોરબી જીલ્લામાં ગઇકાલે આખા દિવસમાં મેઘરાજાએ ધીમીધારે બેટિંગ કરી હતી જેથી કરીને જીલ્લાના પાંચેય છૂટો છવાયો વરસાદ નોંધાયો છે અને આખા દિવસમાં મોરબી શહેર અને તાલુકામાં વધુ અઢી ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે મોરબી જિલ્લાના ફ્લડ કંટ્રોલરૂમમાંથી જાણવા મળતી માહિતી મુજબ છેલ્લી ૨૪ કલાકમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં મોરબી તાલુકામાં ૬૪ એમએમહળવદ તાલુકામાં ૦૦ એમએમટંકારા તાલુકામાં ૧૧ એમએમવાંકાનેર તાલુકામાં ૪ એમએમ અને માળિયામાં ૩ એમએમ વરસાદ વરસ્યો છે અને જો સીઝનના કુલ વરસાદની વાત કરીએ તો મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં મોરબી તાલુકામાં ૩૭૩ એમએમ હળવદ તાલુકામાં ૧૬૫ એમએમટંકારા તાલુકામાં ૩૮૩ એમએમવાંકાનેર તાલુકામાં ૧૯૩ એમએમ અને માળિયા તાલુકામાં ૧૮૬ એમએમ વરસાદ નોંધાયેલ છે અને આજે હવામાન વિભાગ દ્વારા મોરબી જીલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરેલ છે જેથી કરીને તંત્ર એલર્ટ છે અને આજે સવારથી જ આકાશમાં કાળા ડિબાગ વાદળો જોવા મળી રહ્યા છે અને ધીમી ધારે વરસાદ પણ વરસી રહ્યો છે 






Latest News