મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

ટંકારા, લજાઇ ચોકડી અને મિતાણા ગામે જુગારની ત્રણ રેડ: ૧૩ જુગારી ૧,૨૧,૪૦૦ ના મુદામાલ સાથે પકડાયા


SHARE







ટંકારા, લજાઇ ચોકડી અને મિતાણા ગામે જુગારની ત્રણ રેડ: ૧૩ જુગારી ૧,૨૧,૪૦૦ ના મુદામાલ સાથે પકડાયા

ટંકારા તાલુકામાં આવતી  લજાઇ ચોકડી પાસે ઉમીયા એસ્ટેટ નામના કોમ્પ્લેક્ષ પાસે, મિતાણા ગામે અને ટંકારમાં જુગારની ત્રણ રેડ કરી હતી ત્યારે ૧૩ જુગારી ૧,૨૧,૪૦૦ ના મુદામાલ સાથે પકડાયા હતા જેથી કરીને પોલીસે જુગારીઓને પકડીને તેની સાથે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

ટંકારા તાલુકામાં આવતી  લજાઇ ચોકડી પાસે ઉમીયા એસ્ટેટ નામના કોમ્પ્લેક્ષની બંધ દુકાનના ઓટલા ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે રમેશભાઇ તળશીભાઇ ડઢાણીયા (૪૫) રહે. ૨૦૨સેન્ટરવ્યુએપાર્ટમેન્ટગૌતમસોસાયટી,રવાપર રોડ અને જગદિશભાઇ ભગવાનજીભાઇ અઘારા (૫૮) રહે. ફલેટ નં.૩૦૧રીલાયન્સ-૧રીલાયન્સનગરરવાપર રોડમોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે જુગાર રમતા શખ્સો પાસેથી રોકડા રૂપીયા. ૧,૦૨,૫૦૦ સાથે ઝડપાયા હતા જેથી પોલીસે મુદામાલ અને આરોપીને ટંકારા પોલીસ સ્ટેશને સોપીને આગળની કાર્યવાહી કરેલ છે

મિતાણા ગામે જુગાર

ટંકારા તાલુકાનાં મિતાણા ગામે હનુમાનજીના મંદીર પાસે હરીભાઇ પુંજાભાઇ સોલંકીના બંધ મકાન પાસે જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી અને સ્થળ ઉપરથી જુગાર રમતા મુકેશભાઇ જગજીવનભાઇ પારઘી (૪૨), ભરતભાઇ ખીમજીભાઇ વાંક (૩૬), શામળાભાઇ ઉર્ફે બચુભાઇ ગોરાભાઇ બાળા (૪૩), હિરાભાઇ મેઘજીભાઇ પારઘી (૬૧) મોહનભાઇ નથુભાઇ પારઘી (૪૭) અને રહીમભાઇ ઓસમાણભાઇ રત્ના (૪૪) મળી આવ્યા હતા જેથી પોલિસે તેની પાસેથી રોકડ રૂપીયા ૧૩,૭૦૦ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરી હતી

દેવીપૂજક વાસમાં જુગાર

ટંકારાના મોરબી નાકા પાસે આવેલ દેવીપૂજક વાસમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે કૈલાશ વેરશીભાઇ વીકાણી (૪૬), વિપુલ વિજયભાઇ વિકાણી (૨૯) બહાદુર મગનભાઇ વિકાણી (૫૦) મનોજ મહેશભાઇ વિકાણી (૧૯) અને દશરથ મેશનભાઇ વિકાણી (૨૩) રહે- બધા જ ટંકારા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ રૂપીયા ૫૨૦૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરી હતી






Latest News