મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી-હળવદ નગર અને ગામડાઓમાં પોષણક્ષમ ગુજરાત હેઠળ પોષણ કીટનું વિતરણ


SHARE







મોરબી-હળવદ નગર અને ગામડાઓમાં પોષણક્ષમ ગુજરાત હેઠળ પોષણ કીટનું વિતરણ

વંદે ગુજરાત વિકાસ યાત્રા સાથે ગુજરાતને પોષણક્ષમ બનાવવાની પણ સરકારની નેમ છે. વંદે ગુજરાત વિકાસ યાત્રામાં ૨૦ વર્ષની વિકાસયાત્રા પ્રદર્શનની સાથે ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની સહાય પણ આપવામાં આવી રહી છે. અને જ્યાં રથનું આગમન થાય ત્યાં આઈ.સી.ડી.એસ. હેઠળ આંગણવાડીઓ દ્વારા પોષણ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમજ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વાનગીઓનું પ્રદર્શન કરી બાળકોને પોષણક્ષમ આહાર પણ આપવામાં આવી રહ્યો છે. મોરબીના ઘુંટુ ગામે વિકાસ યાત્રા રથનું આગમન થયું હતું ત્યારે ગ્રામજનો તથા સ્થાનિક મહાનુભાવોએ રથનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે આંગણવાડીની કાર્યકર બહેનો દ્વારા પણ પોષણક્ષમ ગુજરાત અન્વયે વિવિધ વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને મહાનુભાવોના હસ્તે ધાત્રીમાતાઓ તથા કિશોરીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબી તેમજ હળવદ નગર સાથે ૮ થી વધું ગામડાઓમાં પોષણક્ષમ ગુજરાત હેઠળ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં પણ પોષણ કીટનું વિતરણ કરવામાં આવશે.




Latest News