મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી-માળિયા તાલુકામાં વરસાદના પાણી રોકવામાં આવે તો ખેડૂતો-લોકોને ઘણો ફાયદો: કે.ડી બાવરવા


SHARE











મોરબી-માળિયા તાલુકામાં વરસાદના પાણી રોકવામાં આવે તો ખેડૂતો-લોકોને ઘણો ફાયદો: કે.ડી બાવરવા

મોરબી અને માળિયા તાલુકામાં વરસાદના પાણીના નિકાલ મોટાભાગની જગ્યાએ બંધ કરી દેવામાં આવેલ છે જેથી કરીને આ તમામ વહેણોને ઉડી તેમજ પહોળી કરીને તળાવો ભરવા તેમજ પાણી સંગ્રહ કરવા યોગ્ય કરવાની ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવેલ છે

સરકાર દ્વારા લોકોને સ્વ ઉપયોગી માટે કે ઔધ્યોગિક ઉપયોગ માટેના બોર કરવા હોય તો પણ એનઓસી ફરજીયાત કરેલ છે અને ૧૦,૦૦૦ ની ફી પણ નક્કી કરેલ છે પરંતુ વરસાદના પાણી દરિયામાં વહી જતા હોય છે તેની સરકારને કોઈ ચિંતા નથી વરસાદ વરસતા વરસાદનું પાણી જે નદી, વોકળા, વહેણોમાં થઇને દરિયામાં વહી જય છે. તે પાણીને રોકવા અને તેને યોગ્ય જગ્યાએ વળીને સંગ્રહ કરવા માટે સરકાર કાંઈ જ કરતી નથી તેવું ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ જણાવ્યુ છે અને આ મુદે તેમણે સીએમને રજૂઆત કરેલ છે

તેમણે કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં ઘણા ગામ તળાવો તેમજ સીમ તળાવો આવેલ છે. આ તળાવોમાં પાણી લાવતી વહેણોની યોગ્ય સાર સંભાળના અભાવે તેમાં પાણી વહી શકે તેવું રહ્યું નથી તેમજ અમુક ગામોને જોડતા રસ્તાઓ તેમજ સીમ રસ્તાઓ મારફતે પણ પાણી ચાલતું હોય છે. ત્યા દબાણ  થવાથી તેમજ માટીનું પુરાણ થવાથી પાણીના રસ્તા સાંકડા થઇ ગયેલ છે. જેને પહોળા અને સરખા કરવા માંગ કરી છે તેમજ તળાવોને સુઝલામ સુફલામ જેવા સારા નામે ભ્રષ્ટાચાર કરવાનું માધ્યમ બનાવવામાં આવેલ છે. આગાઉ મોરબી જીલ્લામાં ભ્રષ્ટાચારનું એક મોટું કૌભાંડ બહાર પાડવામાં આવેલ છે અને તેમાં મોટા માથાઓની સંડોવણીઓ પણ બહાર આવેલ હતી અને એક ધારાસભ્યને જેલવાસ પણ ભોગવવો પડેલ હતો.

 જો સરકારને પાણી બચાવવાની ચિંતા હોય તો બધા જ તળાવોને ખરેખર ઊંડા કરીને તેના પાળાઓની  મજબૂતી કરવામાં આવે તે જરૂરી છે અને આ આયોજન ખુબજ સરળ અને ખુબ જ ઓછા ખર્ચે જમીન સંપાદનની ઝંઝટ વગર આ કામ થઈ શકે તેમ છે જો  મોરબીના નાની વાવડી, જેપુર, ખાખરાળા, બરવાળા, લુટાવદર, પીપળીયા, ચચાવદરડા, તરઘરી, મોટા દહીસરા, લક્ષ્મીવાસ અને ત્યાંથી વવાણિયા પાસે દરિયામાં વરસાદી પાણી ભળી જાય છે. તેવી જ રીતે ગોરખીજડિયા, વનાળીયા, ખાખરાળા, ખેવારીયા, મહેંન્દ્ર ગઢ, સરવડ, મોટા ભેલા, ભાવપર, થઇને દરિયામાં વરસાદી પાણી ભળી જય છે. તેને રોકવામાં આવે તો ખેડૂતોને સિંચાઈ માટે અને લોકો પીવાના પાણી માટે ઘણો ફાયદો થાય તેમ છે






Latest News