વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લી ૨૪ કલાકમાં અડધાથી બે ઇંચ વરસાદ


SHARE







મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લી ૨૪ કલાકમાં અડધાથી બે ઇંચ વરસાદ

મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં છેલ્લા દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને હળવો ભારે વરસાદ જુદા જુદા વિસ્તારની અંદર પડેલ છે ત્યારે છેલ્લી ૨૪ કલાકમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં અડધા થી લઈને બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું મોરબી જિલ્લાના ફ્લડ કંટ્રોલ રૂમમાંથી જાણવા મળેલ છે

છેલ્લા દિવસોથી મોરબી જીલ્લામાં વરસાદી માહોલ છે અને ખેડૂતોના હૈયે ટાઢક થાય તેવો વરસાદ ધીમીધારે વરસી રહ્યો છે જો કે, મેઘરાજા મન મૂકીને મોરબી જિલ્લા ઉપર વરસે તેવું હજુ પણ લોકો ઈચ્છી રહ્યા છે મોરબી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે આકાશમાં કાળા ડિબાગ વાદળો પણ  જોવા મળી રહ્યા છે અને ધીમીધારે વરસાદ પણ પડી રહ્યો છે અને મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં વરસાદ પડવાના કારણે હાલમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલ છે દરમિયાન મોરબી જિલ્લાના ફ્લડ કંટ્રોલ રૂમમાંથી જાણવા મળતી માહિતી મુજબ છેલ્લી ૨૪ કલાકમાં ટંકારમાં ૨૫  મીમી, માળીયામાં ૫૦ મીમી, મોરબીમાં ૩૧ મીમી, વાંકાનેરમાં ૧૫ મીમી અને હળવદમાં ૧૯ મીમી વરસાદ પડ્યો છે અત્રે ઉલેખનીય છે કે, વાંકાનેરના તીથવા સહિતના કેટલાક ગામોમાં સારો વરસાદ હોવાની માહિતી લોકો પાસેથી મળી રહી છે અને મોરબી તાલુકાનાં હાજનારી તેમજ તેની આસપાસના વિસ્તારમાં સારો વરસાદ નોંધાયેલ છે




Latest News