મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

મોરબીમાં આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન દ્વારા જગન્નાથ રથયાત્રાનુ આયોજન


SHARE







મોરબીમાં આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન દ્વારા જગન્નાથ રથયાત્રાનુ આયોજન

આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોનના મોરબી કેન્દ્ર દ્વારા ૯ જુલાઈને શનિવારે વિશ્વ પ્રસિધ્ધ જગન્નાથ ભગવાનની રથયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું છે જે રથયાત્રા બપોરે ૩ વાગ્યા થી રવાપર ચોકડી વિસ્તારથી શરુ થશે અને ગાંધીચોકથી ઉમીયા સર્કલ થઇને રવાપર ચોકડી પહોંચશે.

આ રથયાત્રામા ભગવાન જગન્નાથ તેમના મોટાભાઈ બલદેવ અને બહેન સુભદ્રાની સાથે વિશાળ રથ ઉપર બિરાજમાન થશે અને નગરભ્રમણ કરશે ત્યારે ભક્તજનો દ્વારા ભગવાનના રથ ખેંચવામાં આવશે. અને રથ દોરવાની મોટી મહિમા શાસ્ત્રોમા ઉલ્લેખીત છે. ત્યારે વડોદરા, જામનગર, રાજકોટની સાથે રશિયા, કઝાકિસ્તાન તથા યુક્રેનથી ભક્તો આ રથયાત્રામાં વિશેષ ઉપસ્થિત રહેશે. અને રથયાત્રા સમાપન પછી દરેક ભક્તજનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા આયોજકો દ્વારા રાખવામા આવી છે જેથી કરીને આ ધાર્મિક પ્રસંગમાં વધુમાં વધુ લોકોને જોડાવા માટે આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોનના મોરબી કેન્દ્રના સંચાલકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે




Latest News