મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે નવરંગ નેચર ક્લબ દ્રારા પ્રાકૃતીક વસ્તુઓનું વાજબીભાવે વિતરણ


SHARE







મોરબીમાં રવિવારે નવરંગ નેચર ક્લબ દ્રારા પ્રાકૃતીક વસ્તુઓનું વાજબીભાવે વિતરણ

રાજકોટના નવરંગ નેચર કલબ દ્વારા મોરબી ખાતે પ્રાકૃતિક વસ્તુઓનો રાહતભાવે ભાવે વિતરણ કરવામાં આવશે જેમાં દેશી શાકભાજીના બિયારણના નાના પેકેટનું ૫ રૂપિયામાં વિતરણ કરાશે તેમજ દેસી ઓસળિયા, ફૂલછોડનું પણ રાહત દરે વિતરણ થશે.બિયારણમાં રીંગણી, મરચી, ટમેટી, ગુવાર, ચોળી, ભીંડા, કારેલાં, તૂરિયા, ગલકા, ચીભડા, કાકડી અને દૂધી છે.

તેમજ હાથે ખાંડેલ દેસી ઓસડિયા, જીવંતીકા (ખરખોડી) પાવડર, અળસિયાનું ખાતર અને કોકોપીટનું ખાતર, પ્યોર મધ, માટીના કુંડા, તાવડી, દેસી હાથ ઘડાવ માટીના પાટિયા, રસોડાને ઉપયોગી લાકડાની વિવિધ ચીજવસ્તુઓ, વિવિધ જાતના કઠોળ, વિવિધ જાતના શાકભાજીના બિયારણો, પાપડ, વિવિધ જાતના ફૂલછોડનું પણ રાહત દરે વિતરણ થશે.વિતરણ દર મહીનાના બીજા રવીવારે એટલે કે આગામી તા.૧૦-૭ ના રોજ સવારે ૮:૩૦ થી ૧ વાગ્યા સુધી ઉમિયા સર્કલ પાસે, મહાદેવ મંદિર પાસે, મોરબી કરાશે.વધુ વિગત માટે લવજીભાઈ પ્રજાપતિ (મો. ૯૯૨૫૩ ૬૯૪૬૫) અથવા નવરંગ નેચર ક્લબના પ્રમુખ વી.ડી.બાલા (મો. ૯૪૨૭૫૬૩૮૯૮) નો સંપર્ક કરવા જણાવ્યુ છે




Latest News