મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીના વાઘગઢ ગામે મામાના ઘરે પાણીના ટાંકામાં ડૂબી જતા દોઢ વર્ષના બાળકનું મોત


SHARE







મોરબીના વાઘગઢ ગામે મામાના ઘરે પાણીના ટાંકામાં ડૂબી જતા દોઢ વર્ષના બાળકનું મોત

મોરબીના રવાપર રોડ ઉપર રહેતી પટેલ પરિણીતા પોતાના માવતરને ત્યાં વાઘગઢ ગામે સાતમ-આઠમના તહેવારો કરવા માટે ગયેલ છે તે દરમિયાનમાં ગઈકાલે તેમનો દોઢ માસનો દીકરો મમાને ત્યાં ટાંકામાં પડી જતા ડૂબી જવાથી દોઢ માસના બાળકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર રહેતા ચેતનભાઇ ફેફરનો દોઢ માસનો પુત્ર જીયાન રમતા રમતા તેના મામાને ત્યાં ફળીયામાં આવેલ પાણીમાં ટાંકામાં પડી જતા જીયાનનું મોત નીપજયું હતું.વધુમાં મળતી માહિતી મુજબ ચેતનભાઇના પત્ની સાતમ આઠમ કરવા માટે પોતાના માવતરને ત્યાં વાઘગઢ(ટંકારા) ગામે આંટો દેવા ગયા હતા જે દરમિયાનમાં ગઈકાલે તેમનો દોઢ મહિનાનો પુત્ર જીયાન રમતા રમતા તેના મામાને ત્યાં ફળીયામાં આવેલ પાણીના ટાંકામાં પડી જતા ડુબી જવાથી જીયાનનું મોત નિપજેલ છે.ટંકારા પીએસઆઇ બી.ડી.પરમારએ મૃતક બાળકના મૃતદેહને પૂએમ માટે ખસેડીને  આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે.

યુવાનનું મોત

મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રસિંહજી હોસ્પિટલ નજીક ઓમ રેસીડેન્સીમાં લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા મુકેશકુમાર અમરજીતસિંહ શિરોહી નામના ૪૨ વર્ષીય જાટ યુવાનનું કોઈ કારણોસર મોત થતાં તેના ડેડબોડીને સિવિલ હોસ્પિટલે પીએમમાં લાવવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ તપાસ હાથ ધરી હતી.જેમાં ખુલ્યુ હતુ કે હાર્ટ એટેકના લીધે મુકેશકુમાર શિરોહીનું મોત નિપજેલ છે.

 

યુવતી સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલી મદીના સોસાયટીમાં રહેતા મુસ્કાનબેન હબીબભાઇ તલાટીયા નામની ૨૫ વર્ષીય અપરિણીત મુસ્લિમ યુવતીએ તેના ઘેર ફિનાઇલની ગોળીઓ ખાઇ લેતાં તેણીને સારવારમાં આયુષ હોસ્પિટલે લઈ જવામાં આવી હતી બનાવ સંદર્ભે બી ડિવિજન પોલીસ મથકના એએસઆઇ વી.ડી.મેતાએ તપાસ હાથ ધરતા ખુલ્યું હતું કે મુસ્કાનબેનની સગાઈની વાત ચાલુ હોય અને સામેવાળાઓ એટલે કે તેણીના ફૈબા દ્વારા અંદરોઅંદર નજીકના સગામાં સગપણ નથી કરવું તેમ કહેતા હોય તે બાબતનું મનોમન લાગી આવતા મુસ્કાનબેને ઉપરોતક પગલું ભરી લીધું હતું..!

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News