મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં ફોરેસ્ટના કર્મચારીની ફરજમાં રૂકાવટ-જાનથી મારી નાખવાની ધમકીમાં આરોપીઓનો નિર્દોષ છૂટકારો


SHARE







વાંકાનેર તાલુકામાં ફોરેસ્ટના કર્મચારીની ફરજમાં રૂકાવટ-જાનથી મારી નાખવાની ધમકીમાં આરોપીઓનો નિર્દોષ છૂટકારો


વાંકાનેર તાલુકાનાં કાશીયાગાળાની સીમમાં ગાયો તથા ભેસો છૂટી મૂકી ઘાસ ચરાવી વીડીમાં નુકસાન કરવામાં આવ્યું હતું જેથી કરીને કાશીયાગાળાની સીમ રોજીલા રીજર્વ ફોરેસ્ટ વીડીના કર્મચારીએ ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી હતી જે કેસ વાંકાનેરની કોર્ટમાં ચાલી જતાં કોર્ટ આરોપીના વકીલની દલીલને ધ્યાને રાખીને આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે

વર્ષ -૨૦૦૧ માં આરોપી સીદાભાઈ જેસીંગ ભરવાડ તથા  ભવાન જેસિંગભાઈ ભરવાડ કાશીયાગાળાની સીમ રોજીલા રીજર્વ ફોરેસ્ટ વીડીમાં આશરે ૯૨ જેટલી ગાયો તથા ૨૫ જેટલી ભેસો છૂટી મૂકી ઘાસ ચરાવી વીડીમાં નુકસાન કરતાં ફરીયાદી પરસોતમભાઈ લકૂભાઈ ગોસાઇ ગાયો તથા ભેસોને ગ્રામ પંચાયત ડબામાં મૂકવાની કાર્યવાહી કરતાં હતા ત્યારે આરોપીઑ જઈ ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી અને વાડામાં પ્રવેશ કરી ગાયો તથા ભેસો હાકી લઈ ગયા હતા અને ફરીયાદીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી જેથી આરોપી સીદાભાઈ જેસીંગ ભરવાડ તથા ભવાન જેસિંગભાઈ ભરવાડ વિરુધ્ધ આપ.પી.સી. કલમ- ૪૪૭૧૮૬૫૦૬(૨) ૧૧૪ અને ગ્રામ પંચાયત ધારાની કલમ-૧૮૩૧૮૪ તથા ઇંન્ડીયન ફોરેસ્ટ એક્ટની કલમ- ૨૬(ડી)(આઈ) મુજબનો ગુન્હો નોંધાયેલ હતો જે કેસ વાંકાનેર કોર્ટમાં ચાલી જતાં આરોપી (બચાવ) તરફે વકીલ યુનુસ એ. ખોરજીયાએ દલીલ કરેલ અને નામદાર વડી અદાલતના ચુકાદાઓ રજૂ કર્યા હતા જેને ધ્યાને લઈને આ ગુન્હાના કામે આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો કોર્ટે હુકમ કરેલ છે .






Latest News