મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારામાં બે વર્ષ પહેલા થયેલ કોલસાની ચોરીના ગુનામાં આરોપી પકડાયો


SHARE







ટંકારામાં બે વર્ષ પહેલા થયેલ કોલસાની ચોરીના ગુનામાં આરોપી પકડાયો

ટંકારા પોલીસ સ્ટેશનના કોલસા ચોરીના ગુનામાં આરોપીને પકડવા માટે પોલીસ તજવીજ કરી રહી હતી તેવામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પકડી પડ્યો છે

 મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ વી.બી.જાડેજાની સૂચન મુજબ પીએસઆઈ એન.બી.ડાભી અને ટિમ કામ કરે છે તેવામાં પેરોલ ફર્લો સ્કવોડના જયવંતસિંહ ગોહીલ તથા ભરતભાઇ મિયાત્રાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે મોરબી જીલ્લાના ટંકારામાં વર્ષ ૨૦૧૯ આઇ.પી.સી. કલમ ૪૦૭૪૧૧૧૨૦ બીમુજબ ગુનો નોંધાયો હતો જે ગુનામાં નાસતા ફરતા આરોપી ટીકમારામ ગોપારામ હેમારામ મેઘવાલ (ઉ.૨૯) રહે. અકોરા ગામ પોસ્ટ. અકોરા થાણુ-તા.ચોહટન જી. બાડમેર રાજસ્થાન વાળાને માળીયાની ભીમસર ચોકડી પાસેથી પકડી લેવામાં આવેલ છે આ કામગીરી પિયાઈની સૂચના મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પોલાભાઇ ખાંભરારજનીભાઇ કૈલાસંજયભાઇ પટેલકૌશીકભાઇ મારવાણીયા, ચંન્દ્રકાંતભાઇ વામજાજયવંતસિંહ ગોહીલસહદેવસિંહ જાડેજાજયેશભાઇ વાઘેલાબ્રિજેશભાઇ કાસુન્દ્રાભરતભાઇ મિયાત્રાઅશોકસિંહ ચુડાસમા અને સતિષભાઇ કાંજીયા દ્વારા કરવામાં આવેલ  છે

અકસ્માતના ગુન્હામાં ૬ મહિને આરોપી પકડાયો

 મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડની ટિમ નાસતા ફરતા આરોપીઓને પકડી રહી છે ત્યારે ચંન્દ્રકાંતભાઇ વામજાજયેશભાઇ વાઘેલા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી હકીકત મળી હતી તેના આધારે પોલીસે હળવદ પોલીસ સ્ટેશને નોંધાયેલ અકસ્માતના ગુનામાં ૬ મહિને આરોપી વિક્રમસિંહ ગંભીરસિંહ જાડેજા (ઉ.૪૮) રહે. ભરૂડીયા જિલ્લો કચ્છ વાળાની ભરૂડીયા ગામેથી ધરપકડ કરી છે




Latest News