મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં ટકાવારીની ચર્ચાના વાઇરલ વિડિયોની એસીબી તટસ્થ તપાસ કરે: રમેશભાઈ રબારી


SHARE







મોરબી પાલિકામાં ટકાવારીની ચર્ચાના વાઇરલ વિડિયોની એસીબી તટસ્થ તપાસ કરે: રમેશભાઈ રબારી

મોરબી પાલિકાનાં ભાજપનાં સદસ્યો અને પદાધિકારી સામે ભારે મોટો આર્થિક ભ્રષ્ટાચાર અને ભાગ બટાઈનો વિડિયો જાહેર થયો છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના માજી ઉપપ્રમુખ દ્વારા લાંચ રૂશ્વતવિરોધી બ્યુરોના નિયામકને લેખિતમાં રજૂઆત કરીને તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના માજી ઉપપ્રમુખ રમેશભાઈ બી. રબારીએ નિયામક, લાંચ રૂશ્વતવિરોધી બ્યુરો ગુજરાતને લેખિતમાં રજૂઆત કરીને ભાજપનાં આગેવાનો દ્વારા ભાજપનાં પદાધિકારી સામે થયેલ આક્ષેપોની ન્યાયી તપાસ કરવાની માંગ કરવામાં આવી છે તેઓએ કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબી પાલિકાનાં ભાજપનાં સદસ્યો અને પદાધિકારી સામે ભારે મોટો આર્થિક ભ્રષ્ટાચાર અને ભાગ બટાઈનો વિડિયો જાહેર થયો છે ત્યારે આ બાબત ખાસ તપાસ કરવામાં આવે તે જરૂરી છે ભાજપનાં ચોકકસ પદાધિકારી આવા નાણાકિય ભ્રષ્ટાચારમાં એક લાલો નામધારી વ્યકિત તેઓની વતી નાણા ઉઘરાવતો હોવાનું જણાવે છે ત્યારે આ બાબત ખૂબ જ ગંભીર છે અને પાલિકામાં કલ્પનાતીત ભ્રષ્ટાચાર ખુલ્લો થતો હોઈ તેવું દેખાઈ રહ્યું છે જેથી કરીને આ બાબતે તટસ્થ તપાસ કરીને ભ્રષ્ટાચારીઓની સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે

વધુમાં તેમણે જણાવ્યુ છે કે, સરકારી તંત્રનો દુરુપયોગ કરતા આવા નેતાઓ અને કાર્યકરો સામે ધોરણસરના શિક્ષાત્મક પગલા લેવામાં આવે તે જરૂરી છે તો જ મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજની  સંસ્થાઓમાં ચાલતો ભ્રષ્ટાચાર રોકી શકાય તેમ છે કેમ કે, પાલિકામાં ખુલ્લેઆમ ટકાવારીની વાતો કરવામાં આવી રહી છે અને પ્રજાના નાના મોટા કામ માટે મસ મોટી ૨કમ યેનકેન પ્રકારે લેવામાં આવી રહી છે અને હાલમાં પાલિકામાં તમામ સભ્યો ભાજપના છે અને બેનામી ભ્રષ્ટાચારી વ્યવહારથી આમ જનતા પરેશાન છે અને થોડા દિવસો પહેલા જ વાંકાનેરમાં પ્રેસ મીડિયા સામે જીતુભાઈ સોમાણીએ મોરબી જિલ્લાના ભાજપના મોટા ગજાના આગેવાન સામે જમીન કૌભાંડમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરેલ છે તો આ મોટા ગજાના આગેવાન કોણ અને આ આગેવાન સમગ્ર જિલ્લામાં કેટલા જમીન કૌભાંડ કરેલ છે તેની પણ તપાસ કરવાની માંગ કરી છે






Latest News