મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના સુભાષ રોડે જર્જરિત બિલ્ડિંગમાંથી કાટમાળ તૂટી પડ્યો


SHARE







મોરબીના સુભાષ રોડે જર્જરિત બિલ્ડિંગમાંથી કાટમાળ તૂટી પડ્યો

મોરબીના સુભાષ રોડ ઉપર આવેલ બિલ્ડિંગમાં ઉપરના માળેથી છતનો ભાગ તૂટીને નીચે પડ્યો હતો જોકે સદ્નસીબે આ ઘટના બની ત્યારે નીચે આવેલી દુકાન પાસે કોઈ ગ્રાહકોએ દુકાનદાર ન હતા જેથી કરીને કોઈને ઈજા કે જીવલેણ અકસ્માત સર્જાયો નથી પરંતુ આગામી દિવસોમાં ચોમાસું સક્રિય થશે અને ચોમાસામાં વરસાદના કારણે આવી જ રીતે જો જર્જરિત બિલ્ડિંગમાંથી કોઈ કાટમાળ વ્યક્તિની ઉપર પડશે અને જીવલેણ અકસ્માત સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે જેથી કરીને મોરબીના સુભાષ રોડ ઉપર લોટ ફૂટવેર અને નિકલંઠ સ્ટોરની બાજુમાં આવેલ જર્જરીત બિલ્ડિંગના જર્જરિત ભાગને વહેલી તકે ઉતારી લેવામાં આવે તેવું સ્થાનિક વેપારીઓ સહિત ઈચ્છી રહ્યા છે આટલું જ નહીં મોરબીમાં ચોમાસા દરમિયાન કોઇ જર્જરીત બિલ્ડિંગના કાટમાળ તૂટી પડે અને નિર્દોષ વ્યક્તિનો જીવ લેવાય તેવી ઘટના બને તે પહેલા પાલિકા તંત્ર દ્વારા આવી મોતના માચડા સમાન જર્જરીત બિલ્ડિંગના જોખમી ભાગને ઉતારી લેવામાં આવે તેવી લાગણી અને માગણી મોરબીના લોકો વ્યક્ત કરી રહ્યા છે જોકે નગરપાલિકા દ્વારા આવી કામગીરી કયારે કરવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે






Latest News