મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ


SHARE







હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ

હળવદમા છેલ્લા ૬ વર્ષથી ચાલતી સામાજિક સંસ્થાઓમાં અગ્રેસર સંસ્થા એવી ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ રાહત દરે ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું જેમાં આ શૈક્ષણિક વર્ષમાં ૨૦ હજાર જેટલા ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમ માત્ર બે કલાકમાં પૂર્ણ થયો હતો.લોકોની ભારે ભીડને કારણે એક દિવસ માટે જે વેચાણ થવાનું હતું તે બે કલાકમાં જ પૂરું થઇ ગયુ હતુ.હજુ પણ આગામી સમયમાં સરકારી શાળાઓમાં નિશુલ્ક શૈક્ષણિક કીટ વિતરણ કરવાનું આયોજન છે તેવું ગ્રુપના પ્રમુખે જણાવ્યું હતું.આ ગૃપનો હેતુ આર્થિક રીતે નબળા પરિવારોએ મોંઘાદાટ શૈક્ષણિક ચોપડા લેવા પડતા હોય તેવા પરીવારોને રાહત દરે ચોપડા મળે તેવા હેતુથી આયોજન કરવામાં આવે છે. દાતાઓના સહયોગથી જાહેરાત લઈ ચોપડા વિતરણ કરવામાં આવે છે.રાહત દરે ચોપડા વિતરણ કરવાનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને મધ્યમવર્ગી પરિવારને આર્થિક રાહત મળે તે છે.આ પ્રોજેક્ટને સફળ બનાવવા ગ્રુપના પ્રમુખ તેમજ તમામ સભ્યો હાજર રહ્યા હતા




Latest News