મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની પીપળીયા ચોકડી પાસેથી પિસ્તોલ સાથે એક ઝડપાયો: બે શખ્સની શોધખોળ


SHARE







મોરબીની પીપળીયા ચોકડી પાસેથી પિસ્તોલ સાથે એક ઝડપાયો: બે શખ્સની શોધખોળ

મોરબીની પીપળીયા ચોકડી પાસેથી પસાર થતાં શખ્સને રોકીને એલસીબીની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ મળી આવી હતી જેથી કરીને ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતની પિસ્તોલ કબજે કરી પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને વધુ બે શખ્સોના નામ સામે આવ્યા હોય તેને પકડવા માટે પોલીસ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લા એલસીબી ટીમના રજનીભાઈ કૈલા અને સંજયભાઈ પટેલને મળેલ બાતમી આધારે મોરબીની પીપળીયા ચોકડી પાસે એલસીબીની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે ત્યાંથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી જેથી ૧૦ હજાર રૂપિયાનો કિંમતનું હથિયાર કબજે કરી ઇમરાન ઉર્ફે અબ્દુલ ભુરાભાઈ રાઉમા જાતે સંધિ (ઉંમર ૨૩) રહે લાકડીયા તાલુકો ભચાઉ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી હનીફ જુસબ ભારમ જાતે સંધી રહે. લાકડીયા, નદીપાસે તાલુકો ભચાઉ અને સાગર ઉર્ફે છોટુ ગજરાજસીંગ તોમર જાતે રાજપૂત હાલ રહે. રાપર, મુળ ગોપીગામ એમપી વાળાના નામ સામે આવ્યો હોય તેને પકડવા પોલીસે તજવીજ શરૂ કરી છે




Latest News