મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે ભગવતી પાર્કના મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી ૬૫,૫૦૦ ના મુદામાલની ચોરી


SHARE







મોરબીના વાવડી રોડે ભગવતી પાર્કના મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી ૬૫,૫૦૦ ના મુદામાલની ચોરી

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ભગવતીપાર્કના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે અને બંધ મકાનના તાળાં તોડીને તસ્કરે ઘરમાંથી સોના અને ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા મળીને ૬૫૫૦૦ ના મુદામાલની ચોરી કરેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી સિટી એ ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાવડી રોડ ઉપર આવેલ ભગવતીપાર્ક સોસાયટીમાં રહેતા છોટાલાલ જીવરાજભાઇ પરમાર જાતે સતવારા (૪૮)એ હાલમાં મોરબી સિટી એ ડિવિઝન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, જીટી તા. ૩/૬ ના રાત્રી ૩ થી ૬ દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સે તેના રહેણાંક મકાનમાં તાળા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને રૂમમા કબાટમા રાખેલ સોનાના દાગીના જેમાં સોનાની બુટી આઠ ગ્રામ કિંમત ૧૦૦૦૦, સોનાની વીટી બે  કિંમત ૧૦૦૦૦, ઓમકાર સોનાનો કિંમત ૫૦૦ તથા ચાંદીના ગ્લાસ, ચાંદીના પાંચ સીકા, ચાંદીની ગાય, ચાંદીનો પંજો, ચાંદીનો જુડો, કેડ કંદોરો ચાંદીનો ત્રણ જોડી અને ચાંદીની એક લકી તથા રોકડ ૨૦,૦૦૦ આમ કુલ મળીને ૬૫૫૦૦ ના મુદામાલની ચોરી કરવામાં આવી છે જેથી ભોગ બનેલા યુવાને મોરબી સિટી એ ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી કલમ ૩૮૦, ૪૫૭ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News