મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ખોટું મેડિકલ સર્ટિ રજૂ કરવાના ગુનામાં હવે જેલમાં બંધ આરોપીની કરાઇ ધરપકડ


SHARE











મોરબીની કોર્ટમાં ખોટું મેડિકલ સર્ટિ રજૂ કરવાના ગુનામાં હવે જેલમાં બંધ આરોપીની કરાઇ ધરપકડ

મોરબીની જેલમાં બંધ એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપીને જમીન માટે કોર્ટમાં ખોટું સર્ટિ રજૂ કરવામાં આવ્યું હતું જે ગુનામાં આરોપીની પત્ની સાહિત ત્રણ આરોપીઓને અગાઉ પકડવામાં આવેલ છે અને હાલમાં આ ગુનામાં જેના જામીન લેવા માટે આ મેડિકલ સર્ટિ રજૂ કરવામાં આવ્યું હતુ તેની પોલીસે ધરપકડ કરેલ છે

મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટના જીલ્લા રજીસ્ટ્રાર એ.એચ.દવે દ્વારા મોરબી સીટી બી ડિવિજન પોલીસ મથક ખાતે થોડા સમય પહેલા અહેમદ ઉર્ફે આમદો સતારભાઇ મેમણ (ઉ.૩૬) રહે. હાલ સબ જેલ મોરબી મુળ મોચી શેરી કુબેરનાથ રોડ મોરબી અને તેની પત્ની અફસાનાબેન અહેમદભાઇ કાસમાણી રહે. મોચી શેરી કુબેરનાથ રોડ મોરબી તથા તપાસમા ખુલ્લે તે તમામની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યુ હતુ કે કે, આરોપી અહેમદ ઉર્ફે આમદો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૧૯ ના એન.ડી.પી.એસના ગુનામાં પકડાયેલ છે અને આ ગુન્હાના કામે મોરબી સબ જેલમા છે જેથી વચ્ચગાળાના જામીન પર મુક્ત થવા મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટ અરજી કરેલ હતી જે અરજીમા પોતાની પત્નીને માસીકની તકલીફ હોય બ્લીડીંગ થતુ હોય કોથળીનુ ઓપરેશન કરાવવાનુ ખોટુ કારણ જણાવ્યુ હતું અને રાજકોટ સરકારી હોસ્પીટલનુ ખોટુ મેડીકલ સર્ટી મેળવી મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમા રજુ કર્યું હતું તે ખોટું મેડિકલ સર્ટી રજૂ કર્યું હોવાના ગુનામાં પોલીસે અગાઉ અફસાનાબેન એમદભાઈ ઉર્ફે આમદો કાસમાણી તેમજ સર્ટિ બનાવી આપનાર અને કોણ બનાવી આપશે તેની માહિતી આપનારા આરોપીઓની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે સબ જેલમાં બંધ આરોપી અહેમદ ઉર્ફે આમદો સતારભાઇ મેમણ (૩૬) વાળાનો કબજો લઈને તેની પીએસઆઈ એલ.એન. વાઢિયાં દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના લાલપર ગામે રહેતા મૂળ પીપર ખેડી ગામના રહેવાસી ગુનાભાઇ ભીલ નામના ૩૦ વર્ષીય યુવાનને લાલપર ગામ પાસે અકસ્માતના બનાવમાં ઇજા થવાથી ૧૦૮ વડે તેને બેભાન હાલતમાં સિવિલે સારવારમાં ખસેડાયા હતા ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે






Latest News