મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રક્ષિત ઘુડખર અભ્યારણ્યમાં ૧૫ ઓક્ટોબર સુધી પ્રવેશ પર પ્રતિબંધ


SHARE







મોરબી જીલ્લામાં રક્ષિત ઘુડખર અભ્યારણ્યમાં ૧૫ ઓક્ટોબર સુધી પ્રવેશ પર પ્રતિબંધ

આગામી ૧૫ ઓક્ટોબર સુધી ઘુડખર અભ્યારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું ઘુડખર અભ્યારણ્ય, ધ્રાંગધ્રાના નાયબ વન સંરક્ષક દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર રાજ્ય સરકાર દ્વારા તા.૧૨-૦૧-૧૯૭૩ના જાહેરનામા થી ગુજરાતના વન્યપ્રાણી અને પક્ષીઓના સંરક્ષણ બાબતના અધિનિયમ અન્વયે, કચ્છનું નાનું રણ આઇલેન્ડ-બેટ સહિત તથા કચ્છના નાના રણ અને તેને લાગુ આવેલા સરકારી પડતર ખરાબાઓના વિસ્તારને અભ્યારણ્ય, શિકાર પ્રતિબંધિત આશ્રય સ્થાન જંગલી ગધેડાઓના અભ્યારણ્ય તરીકે જાહેર કરેલ છે. આ અભ્યારણ્યમાં વિવિધ પ્રકારના વન્યપ્રાણીઓ વસવાટ કરે છે. જેથી બિન અધિકૃત વ્યક્તિઓ વાહનો લઇને કે પગપાળા અભ્યારણ્યમાં પ્રવેશ કરવો નહીં. દિવસ દરમિયાન ૨૦ કિ.મી. થી વધુ ઝડપે કોઇએ વાહન ચલાવવા નહીં. તેમ છતાં આવા કોઇ ઇસમો માલુમ પડશે તો તેમની સામે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.




Latest News