મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં દેણું વધી જતાં પતિએ ઘર છોડી દેતા ટેન્શનમાં આવી ગયેલ પત્નીએ કર્યો આપઘાત


SHARE











મોરબીમાં દેણું વધી જતાં પતિએ ઘર છોડી દેતા ટેન્શનમાં આવી ગયેલ પત્નીએ કર્યો આપઘાત

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે પ્લોટિંગ એરિયામાં રહેતા યુવાને નોકરી છોડી દીધી હતી અને તેના ઉપર દેણું થઈ ગયું હોવાથી તે છેલ્લા બે દિવસથી ઘરેથી નીકળી ગયો હતો જેથી કરીને ટેન્શનમાં આવી ગયેલ તેની પત્નીએ તેના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે પ્લોટીંગ એરિયામાં રહેતા મનીષભાઈના પત્ની શીતલબેન (ઉંમર ૩૨)એ પોતાની જાતે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. અને આ બનાવની આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ પી.જે. પરમાર ચલાવી રહ્યા હોય તેની સાથે વાત કરતાં તેને જણાવ્યુ છે હતું કે મૃતક મહિલાના પતિ આઇડીબીઈ બેંકમાં નોકરી કરતાં હતા અને બે મહિના પહેલા તેને નોકરી છોડી દીધી હતી અને તેના ઉપર દેણું થઈ ગયું હોવાથી તે છેલ્લા બે દિવસથી ઘરેથી નીકળી ગયો હતો જો કે, તે તેના પત્નીના સંપર્કમાં હતો પરંતુ ટેન્શનમાં આવી ગયેલ યુવાનની પત્નીએ તેના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે

જુગારી પકડ્યો

મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ શિવ સોસાયટી પાસે સાયન્ટીફિક વાડી રોડ તરફ જવાના રસ્તા ઉપર વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે મહંમદભાઈ મુસાભાઇ ભટ્ટી જાતે વાઘેર (ઉમર ૩૭) રહે. શિવ સોસાયટી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૬૪૦ રૂપિયાની રોકડ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News