મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ક્યાંક્યાં ગામોમાં નવા આરોગ્ય કેન્દ્ર બનસે જાણો અહી


SHARE







મોરબી જિલ્લામાં ક્યાંક્યાં ગામોમાં નવા આરોગ્ય કેન્દ્ર બનસે જાણો અહી

મોરબી જિલ્લામાં લોકોના આરોગ્યની સુખાકારીમાં વધારો કરવામાં આવે તે માટે સરકાર દ્વારા આરોગ્ય લક્ષી સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહયો છે અને મોરબી જીલ્લામા એક પીએચસી અને ૧૮ પેટા આરોગ્ય કેન્દ્રને નવા બાંધકામની મંજૂરી આપવામાં આવી છે.

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે પીએચસી તથા માળીયા(મી.) ના મોટા દહિસરા, ભાવપર, કુંતાસી, મોટાભેલા, વાધરવા અને વાંકાનેરના પીપળીયા રાજ, રાજાવડલા, અગાશી પીપળીયા તો  હળવદના માલણીયાદ, ગાલાસણ, સુરવદર, જુના દેવળીયા, ટીકર-૧ તેમજ ટંકારાના સાવડી અને મોરબી તાલુકાના આદરણા, લુટાવદર, ભડીયાદ ઘુનડા(સ)ના પેટા આરોગ્ય કેન્દ્ર ઘણાં સમયથી જર્જરીત હતા જેને નવા બનાવવા માટે સરકારમાંથી મંજુરી આપવામાં આવી છે જેથી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ શિહોરા, ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, કારોબારી સમિતિના ચેરમેન જયંતીલાલ ડી. પડસુંબીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી અને મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાનો આભાર વ્યક્ત કરેલ છે.




Latest News