મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ દ્વારા યોજાશે સમુહ લગ્નોત્સવ-યજ્ઞોપવિત


SHARE







મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ દ્વારા યોજાશે સમુહ લગ્નોત્સવ-યજ્ઞોપવિત

મોરબીનાં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા સમુહ લગ્નોત્સવ તથા સમૂહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી રવિવારે સમુહ લગ્નોત્સવ તથા સમૂહ યજ્ઞોપવિતનો કાર્યક્રમ રાખવામા આવેલ છે

મોરબીનાં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૩૮ વર્ષથી સમુહ લગ્નોત્સવ તથા યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે અગામી તા.૧૨-૬-૨૦૨૨ ને રવિવારના રોજ સમુહ લગ્નોત્સવ તથા યજ્ઞોપવિતનું આયોજન કરેલ છે અને સમસ્ત બ્રહ્મસમાજના દિકરા અને દિકરીઓ સમુહ લગ્નોત્સવ તથા સમુહ યજ્ઞોપવિતમાં જોડાઇ શકશે તેના માટે સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતા મહામંત્રી મધુસુદનભાઈ ઠાકર સહિતના હોદેદારો દ્વારા તમામ તકેદારી રાખવામા આવી હતી અને મોરબીમાં વાંકાનેર દરવાજા પાસે આવેલ ઔદિચ્ય બ્રાહ્મણની ભોજન શાળા ખાતે સમુહ લગ્નોત્સવ તથા સમૂહ યજ્ઞોપવિત યોજાશે જેમાં બે દીકરીઓના લગ્ન કરવવામાં આવશે અને ૨૨ બટુકોને યજ્ઞોપવિત આપવામાં આવશે ત્યારે ધાર્મિક વિધિ શાસ્ત્રી વિમલભાઈ જોશી, શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા અને શાસ્ત્રી આશિષભાઈ મહેતા દ્વારા કરાવવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્રહ્મા સમાજની વિવિધ પાંખના હોદેદારો સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે તેવું સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઇ મહેતા અને મધુસુદનભાઇ ઠાકરે જણાવ્યુ છે






Latest News