વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં મોરબીમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પાંચ દિવસીય મહિલા વૃત્તીકા તાલીમ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓ લોકનૃત્યમાં પ્રદેશ કક્ષાએ વિજેતા


SHARE











મોરબીની પી.જી.પટેલ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓ લોકનૃત્યમાં પ્રદેશ કક્ષાએ વિજેતા

ગુજરાત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ ગાંધીનગર પ્રેરિત કલામહાકુંભ ૨૧-૨૨ માં પી.જી.પટેલ કોમર્સ કોલેજની બી.કોમ અને બી.બી.એ.ની  વિદ્યાર્થીનીઓએ લોકનૃત્યમાં ૧૫ થી ૨૦ વર્ષ કેટેગરીમાં પ્રદેશ કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે મોરબી તાલુકા કક્ષા અને જિલ્લાકક્ષાએ પ્રથમ નંબર મેળવી પ્રદેશ કક્ષાએ વડોદરા ખાતે તા.૬/૬ ના રોજ સ્પર્ધામાં ભાગ લઈ ૧૧ જિલ્લા વચ્ચેની પ્રદેશકક્ષામાં પ્રથમ નંબર મેળવી મોરબી જિલ્લા તેમજ કોલેજ નું ગૌરવ વધાર્યું છે હવે તા. ૧૦થી૧૨ વચ્ચે ભાવનગર ખાતે ગુજરાત રાજ્ય કક્ષાએ તમામ વિદ્યાર્થીનીઓ ભાગ લેવા જશે. અને લોકનૃત્યની તાલીમ આપનાર તેમના પ્રોફેસર હિતેન્દ્રસિંહ જાડેજા અને પી.જી.પટેલ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.રવીન્દ્રભાઈ ભટ્ટ તેમજ ટ્રસ્ટી દેવકરણભાઇ આદ્રોજા, જતીનભાઈ આદ્રોજાએ તમામ વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવે છે.

 

મેઘપર પ્રાથમિક શાળા

મોરબીમાં તાલુકા કક્ષાએ યોજાયેલ ખેલમહાકુંભમાં શ્રી મેઘપર પ્રાથમિક શાળાએ ૬૨ પોઈન્ટ મેળવી સમગ્ર માળીયા તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. શ્રી મેઘપર પ્રાથમિક શાળાના બાળકો એ વિવિધ ઈવેન્ટોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને શાળાની સિદ્ધિમાં વધુ એક શિરછોગુ ઉમેર્યું છે. જેમાં વિવિધ ઈવેન્ટો જેવી કે, ૫૦ મિટર દોડ, ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, ૪૦૦ મીટર દોડ,૬૦૦ મિટર દોડ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, લાંબી કુદ, ઊંચી કૂદ ,ગોળા ફેંક, ચક્ર ફેંક જેવી વ્યક્તિગત ઈવેન્ટ તથા ખો-ખો અને કબડ્ડી જેવી ટિમ ઈવેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ જાળવી રાખ્યો હતો. જેમાં વિવિધ ઈવેન્ટમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર ખેલાડીઓને તથા વિજેતા ટીમોને શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે






Latest News