મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના સનાળા રોડે નવી કાર અપાવનારા ઓટો કન્સલ્ટ વાળા યુવાનને બે શખ્સોએ કારના પાર્સિંગ મુદે મારમાર્યો


SHARE







મોરબીના સનાળા રોડે નવી કાર અપાવનારા ઓટો કન્સલ્ટ વાળા યુવાનને બે શખ્સોએ કારના પાર્સિંગ મુદે મારમાર્યો

મોરબી શહેરના સનાળા રોડ ઉપર છોટાલાલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ જીની ઓટો લિન્ક નામની ઓફિસમાં વાહનની લોન તથા વાહન લે વેચનું કામ કરતા યુવાને નવી કાર અપાવી હતી જેના પાર્સિંગ માટે પૂછવા આવેલા શખ્સને બીજા દિવસે આવવાનું કહેતા તેને સારું લાગ્યું ન હતું અને તેને બીજા શખ્સને ત્યાં બોલાવીને બોલાચાલી કરીને ગાળો આપી હતી અને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાનને સારવાર માટે ખસેડાયો હતો અને યુવાને હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા મુકેશભાઈ રણમલભાઇ સોઢીયા જાતે બોરીચા (ઉંમર ૩૯)એ દેવકરણભાઈ અણદાભાઇ પરમાર અને મોરભાઇની સામે મારામારી અને ધમકીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તે વાહન લે વેચનું અને વાહનની લોનનું કામકાજ કરે છે અને દેવકરણભાઈ પરમારને બહારના રાજ્યમાંથી નવી વેન્યુ કાર આપવી હતી તે કારના પાર્સિંગ માટે પૂછવા દેવકરણભાઈ પરમાર તેની ઓફિસે આવ્યા હતા ત્યારે મુકેશભાઈએ આવતીકાલે પાર્સિંગ માટે આવવાનું છે તેવું કહેતાં તે તેઓને સારું લાગ્યું ન હતું જેથી કરીને તેઓએ બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી તેમજ ફોન કરીને મોરભાઈને ત્યાં બોલવ્યા હતા અને ત્યારબાદ બંનેએ ગાળો આપીને છૂટાહાથની મારામારી કરી હતી જેથી હોઠ ઉપર તેમજ ડાબા કાનની નીચેના ભાગમાં ઇજા કરી હતી અને બંને શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) ૪૪૭ અને ૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના ચરાડવા ગામેથી હળવદ તરફ પોતાના પતિના બાઈકમાં પાછળના ભાગમાં બેસીને જતા કિરણબેન નંદલાલભાઇ સોનગ્રા (ઉંમર ૩૦) કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ જતા નીચે પટકાયા હતા જેથી કરીને કિરણબેનને ઇજાઓ થઇ હોવાથી તેને મોરબીની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના સનાળા રોડ પર આવેલ ભેખડની વાડીમાં રહેતા પુરીબેન રતિલાલ પરમાર (ઉંમર ૧૯) કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને મોરબીની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ હાલમાં મોરબી સીટી પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે






Latest News