મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન અને રિક્ષા ચાલકને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપનારા બે શખ્સની ધરપકડ


SHARE











મોરબીમાં યુવાન અને રિક્ષા ચાલકને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપનારા બે શખ્સની ધરપકડ

મોરબી શહેરના શાકમાર્કેટ ચોકમાં પોતાના મિત્રની રિક્ષામાં યુવાન બેસતા ત્યાં રહેલા બે શખ્સોને તે સારું નહીં લાગતાં તે ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી યુવાન તથા રીક્ષા ચાલકને બેફામ ગાળો આપી હતી અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા તેમજ ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સાથે બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના લખધીરનગર (નવાગામ) ખાતે રહેતા હિતેશભાઈ ઇશ્વરભાઇ સોલંકી (ઉમર ૨૫) મોરબીના શાક માર્કેટ ચોક પાસે આવેલી યદુનંદન ગેઇટ પાસે પોતાના મિત્ર રમેશભાઈ ગણેશભાઈ ઝિંઝુવાડીયાની રીક્ષામાં થોડા દિવસો પહેલા બેઠા હતા જે આરોપી ઋષિભાઈ ઘોઘુભાઇ ઝાલા અને ભરતભાઇ રમેશભાઇ ગઢવીને સારું નહીં લાગતા આ બંને શખ્સોએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદ યુવાનો હિતેશભાઈ તથા રિક્ષાચાલક રમેશભાઈને ગાળો આપી હતી અને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા તેમજ ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી જેથી હિતેશભાઈ સોલંકીએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ઋષિભાઈ ઝાલા અને ભરતભાઈ ગઢવી સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં ઋષિભાઈ ઘોઘુભાઇ ઝાલા (૨૧) અને ભરતભાઇ રમેશભાઇ ગઢવી (૨૧) રહે. બંને લીલપર રોડ ખડિયાવાસ મોરબી વાળાની ધરપકડ કરેલ છે

ઝેરી દવા પીધી

ધ્રોલના ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતા સબીરભાઈ સલીમભાઈ કેર (ઉંમર ૨૨) નામનો યુવાન પોતાની જાતે ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગત મુજબ બે માસ પહેલા યુવાનના લગ્ન થયા હતા અને તેને ઝેરી દવા પીધી હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવેલ છે જો કે, ક્યાં કારણસર તેને ઝેરી દવા પીધી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે

મારામારીમાં ઇજા

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજના પાસે આવેલ ૨૫ વારિયામાં બે દંપતી વચ્ચે કોઈ કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો જેમાં હર્ષ રાજેશભાઈ ચૌહાણ જાતે દરજી (ઉંમર ૨૮) નામના યુવાનને માથાના ભાગે ધક્કો વાગવાથી ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો તો સામા પક્ષે સુમનબેન રાજુભાઈ ભંભાણી (ઉમર ૩૮) ને ઈજા થઈ હોવાથી તેને પણ સારવારમાં ખસેડવામાં આવેલ છે






Latest News