મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું  મોરબીમાં મિત્ર સાથેના જૂના ઝઘડાનો ખાર રાખીને છરી, ધોકા અને પાઈપ વડે હુમલો: યુવાનને છરીના ઘા ઝીકયા, 5 સામે ફરિયાદ વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં અને મોરબીના રાજપર ગામે ઇલેક્ટ્રીક શૉટ લાગતાં એક-એક યુવાનનું મોત મોરબીના સનાળા ગામે જાહેરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 વ્યક્તિ 51,600 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સરતાનપર રોડે બંધ પડેલા ટ્રકને રીપેર કરતાં સમયે માથા ઉપર જોઇન્ટ પડતાં ઇજા પામેલા યુવાનનું મોત સરકાર કયારે જાગશે?: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનમાં બે મહિલા ઉપવાસની તબિયત લથડી ગાંધીનગર ખાતે સરકાર સાથે ચર્ચા કરવા જવાનો મોરબીના જેતપર ગામના ખેડૂતોનો ઇનકાર: યોગ્ય વળતર માટે 6 સ્પષ્ટ માંગણી ખેડૂતોએ મોકલવી દીધી મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયાના વિદરકા પાસે થયેલા અકસ્માતમાં બોલેરો ચાલકનું મોત


SHARE











માળીયાના વિદરકા પાસે થયેલા અકસ્માતમાં બોલેરો ચાલકનું મોત

મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા વિદરકા ગામના પાટિયા પાસે ગયા ચોથા મહિનામાં અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં સારવાર દરમિયાન તુફાન બોલેરોના ચાલકનું મોત નિપજયું હતું. જે અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. 

માળીયા મીંયાણા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માળીયા નેશનલ હાઈવે ઉપર વિદરકા ગામના પાટિયા પાસેની ડીસન્ટ હોટલ નજીક ગત તા.૨૯-૪-૨૧ ના રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં આઇ-૨૦ કાર નંબર જીજે ૧૦ બીઆર ૭૭૧૫ ના ચાલકે પુરઝડપે તેની કાર ચલાવીને બોલેરો તુફાન સાથે પોતાનું વાહન અથડાવ્યુ હતું.જેથી એમપી ૪૮ સી ૨૫૬૮ નંબરના તુફાન બોલેરોના ડ્રાઈવર કરણ ગુલાબસિંગ રાજપુત નામના યુવાનને માથાના અને શરીરના ભાગે ઇજાઓ થતા તેને એમપી લઇ જવાયો હતો જયાં સારવારમાં દરમિયાન કરણસિંગ રાજપુતનું મોત નીપજ્યું હતું અને એમપીના મુલતાઇ પોલીસ સ્ટેશનેથી તપાસના કાગળો મોડા આવતા ગઈ કાલ તા.૧૧-૭ ના રોજ ઉપરોક્ત વાહન અકસ્માતના બનાવની ફરિયાદ નોંધાવા પામી હતી. જેમાં રૂબીસિંગ સમરત કાવડે ગૌંડ  રહે.કયુલેક્ષ ટાઇલ્સ માળીયા નામના કારખાનાની ઓરડીમાં મૂળ સોમલાપુર તા.મુલતાઇ.જી.બેતુલ મધ્યપ્રદેશ વાળાએ ઉપરોક્ત નંબરની આઇ-ટ્વેન્ટી કાર નંબર જીજે ૧૦ બીઆર ૭૭૧૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલમાં માળીયા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વસંત વઘેરા તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા 

મોરબીના વીસીપરામાં આવેલા રોહીદાસપરામાં રહેતા જેન્તીભાઈ પ્રેમજીભાઈ પુરાણી નામનો ૪૩ વર્ષનો યુવાન મોટરસાઇકલની પાછળ બેસીને પીપળી રોડ ઉપરથી જતો હતો ત્યાં રસ્તામાં રેંજ સિરામીકની પાસે આવેલ સીએનજી પેટ્રોલ પંપ પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતાં જયંતીભાઈ પુરાણીને ક્રિષ્ના હોસ્પિટલે લઈ જવાયા હતા.

ઝેરી દવા પી લેતા મહિલા સારવારમાં 

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા પાવડીયારી નજીકના કજરીયા સેનેટરી નામના કારખાના પાસે રહીને ત્યાં મજૂરી કામ કરતી મંજુબાઇ બાલુસિંગ પરમાર નામની ૩૫ વર્ષીય મહિલાએ કોઇ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને સારવારમાં ખસેડવામાં આવી હતી બનાવને પગલે તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે તપાસ હાથ ધરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News