મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

રોક શકો તો રોકલો : હળવદમાં વધુ બે મકાનોને નિશાન બનાવતા તસ્કરો : રોકડા 1.80 લાખની ચોરી


SHARE







રોક શકો તો રોકલો : હળવદમાં વધુ બે મકાનોને નિશાન બનાવતા તસ્કરો : રોકડા 1.80 લાખની ચોરી

માલણીયાદમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહેતા યુવતીનો ચોટલો કાપી નાંખ્યો..!

હળવદ તાલુકામાં દિવસે ને દિવસે ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે હજુ ચાર દિવસ પહેલા હળવદની સોસાયટીમાં ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો ત્યારબાદ આઠ જેટલા કારખાનામાં એકીસાથે ચોરોએ આતંક મચાવીને લોકો પર પથ્થરમારો પણ કર્યો હતો. આ ઘટનાને પગલે વેપારીઓમાં રોષ જોવા મળતા તાત્કાલીક અસરથી હળવદના પીઆઇની બદલી કરી નખવામાં આવી.

જયારે બીજા દિવસે માલણીયાદ ગામમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. ચોરીનો આ પ્રયાસ નિષ્ફળ થતા એક યુવતીનના વાળનો ચોટલો કાપી નાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત હળવદના શરણેશ્ર્વર રોડ પર આવેલ શિવાલિક એપાર્ટમેન્ટમાં બે મકાનમાં એકીસાથે ચોરી કરવામાં આવી છે. બે મકાનમાં કુલ મળી 1 લાખ 80 હજારની ચોરી થયેલ છે. આ બનાવામાં પરિવારના સભ્યો પોતાના ધંધામાં વ્યસ્ત હોય તેવા સમયનો લાભ લઇ સમી સાંજે ચોરોએ આ બે મકાનોને નિશાન બનાવ્યું હતું. ધોળા દિવસે બે અલગ અલગ મકાનમાં 90-90 હજારની રકમની ચોરી કરવામાં આવી છે.






Latest News