મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીને પેરિસ બનાવવાની લોલીપોપ ભાજપ હજુ કેટલા વર્ષ આપશે ?: રમેશભાઈ રબારી


SHARE







મોરબીને પેરિસ બનાવવાની લોલીપોપ ભાજપ હજુ કેટલા વર્ષ આપશે ?: રમેશભાઈ રબારી

મોરબીને પેરિસ બનાવવાની લોલીપોપ ભાજપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આપવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીએ સુધરાઈરાજય અને કેન્દ્રમાં ભાજપ સત્તારૂઢ છે તો પણ મોરબી પેરિસ જેવુ નથી બન્યું તે હકકીત છે અને શહેરને પીવાનું પાણી પુરૂ પાડો તેમજ મચ્છુ નદીને ગંદકીને સાફ કરો તો પણ ઘણું છે

મોરબી રિવરફ્રન્ટ અને અનેકવિધ સુખ સુવિધાની લાલચો છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ દ્વારા આપવામાં આવે છે પરંતુ હકિકત સાવ અલગ છે આજે મોરબીનાં અનેક પોશ વિસ્તાર સહિત સંખ્યાબંધ વિસ્તારોમાં પીવાનું પાણી મળતુ નથી અને લોકો હેરાન પરેશાન છે ત્યારે અહીના ધારાસભ્ય અને રાજયમંત્રી તેમજ ભાજપના સુત્રધારો લોકોને રોજેરોજ નવી નવી કંપનીની લોલીપોપ આપી ગુમરાહ કરે છે મોરબી વિસ્તારમાં પેટા ચૂંટણી પછી રાજયમંત્રીએ કેટલા ખાતમુહુર્ત કરેલ ? તે પૈકીનાં કેટલા કામો શરૂ થયા?  અને કેટલા અધુરા છે ? તે પણ લોકોને જણાવવું જોઈએ અને હાલમાં રિવરફ્રન્ટની વાત કરવાના બદલે શહેરીજનો પાણી માટે વલખા મારે છે તેના માટે નક્કર આયોજન કરવામાં આવે તેવી માંગ કોંગી આગેવાન રમેશભાઇ રબારીએ કરી છે






Latest News