મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ સમૂહ લગ્ન સમિતિ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં ૧૧ - નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા


SHARE







વાંકાનેરમાં સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ સમૂહ લગ્ન સમિતિ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં ૧૧ - નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા

વાંકાનેરમાં સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ સમૂહ લગ્ન સમિતિ - વાંકાનેર દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ તારીખ ૨૧/૫/૨૦૨૨ ને શનિવારના રોજ યોજાયેલ હતો જેમાં કુલ ૧૧  નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડયાં હતા. આ સમૂહ લગ્નોત્સવ વાંકાનેરના સમસ્ત કોળી સમાજની એકતા દર્શાવતા ભગવાન માંધાતાદેવ અને સંત શ્રીવેલનાથબાપુના મંદિરના વિશાળ મેદાનમાં યોજાયો હતો. આ સમૂહ લગ્ન સમિતિના મુખ્ય આયોજકો શ્રીમતી જિજ્ઞાસાબેન મેર, શામજીભાઈ માંડાણી, ભગવાનજીભાઈ મેર, રતિલાલ અણીયારિયા, રમેશભાઈ ગણાદિયા, ભરતભાઈ ડાભી, દેવશીભાઇ સાપરા, હેમંતભાઈ ધરજીયા, હનાભાઈ ડાભી, હસમુખભાઈ ભુંસડિયાએ ઉપસ્થિત રહેલ પૂજ્ય મહંતશ્રી વાલજી ભગતબાપુ - કાળાસર જગ્યા, સમારંભના અધ્યક્ષ શ્રી માનનીય પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ, કોળી સમાજના તમામ જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચશ્રીઓ, દાતાશ્રીઓ, આગેવાનશ્રીઓ, વાંકાનેર તાલુકાના તમામ કોળી સમાજનો, તરણેતર સમૂહ લગ્ન સમિતિ, નવાગામ-આણંદપર સમૂહ લગ્ન સમિતિ, મોરબી અને રાજકોટ જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજની ટીમ તથા કોળી સમાજના તમામ સંગઠનો અને ખાસ સેવા આપનાર વાંકાનેર તાલુકાના અલગ અલગ ગામોની સમિતિઓનું અને ભાજપના આગેવાનો અને શ્રી કેસરીદેવસિંહ ઝાલા તથા અન્ય સમાજના આગેવાનોનું ભાવભર્યું સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો. 

આ પ્રસંગે પૂજ્ય મહંત શ્રી વાલજી ભગત બાપુ અને કુંવરજીભાઇ બાવળિયાએ કોળી સમાજ વતી સમસ્ત કોળી સમાજની એકતા દર્શાવતા મંદિરના નિર્માણ અને સમૂહ લગ્નના કાર્યક્રમ અંગે જિજ્ઞાસાબેન મેરને કોળી સમાજના મજબુત મહિલા આગેવાન ગણી તેમનો અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News