મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીથી બાબા બુઢા અમરનાથ યાત્રામાં જવા માટે નામ નોંધણી શરૂ


SHARE







મોરબીથી બાબા બુઢા અમરનાથ યાત્રામાં જવા માટે નામ નોંધણી શરૂ

દર વર્ષ બજરંગ દળ દ્વારા જમ્મુ કાશ્મીરમાં બુઢા અમરનાથની યાત્રાનું આયોજન કરવામાં આવે છે. અને છેલ્લા બે વર્ષથી કોરોનાના લીધે યાત્રા બંધ હતી જો કે, આ વર્ષ ૨૦૨૨ જુલાઇ માસમાં બજરંગદળના આહવાનથી સમગ્ર ભારત વર્ષની બાબા બુઢા અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. અને ૨૮ જુલાઈ જમ્મુ યાત્રી નિવાસ ભગવતીપરામાં યાત્રા ઉદ્ઘાટનમાં સૌરાષ્ટ્રપ્રાંત, કર્ણાટક, જોધપુર, રાજસ્થાનના યાત્રાળુઓની ઉપસ્સ્થતિમાં યાત્રા શરૂ કરવામાં આવશે અને તા ૨૯ જમ્મુથી પ્રથમ ટુકડી બાબા બુઢા અમરનાથ યાત્રા પ્રસ્થાન કરશે.

છેલ્લા ઘણા વર્ષોથી જે યાત્રા યોજાઇ રહી છે તે આ વર્ષ યોજાશે તેવી જાહેરાત કરવામાં આવતાની સાથે જ સમગ્ર ભારતમાં અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં યાત્રાળુઓમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે આ યાત્રામાં જવા માટે રજીસ્ટરેશન શરૂ થઈ ગયું છે અને મોરબી જિલ્લા માટે રજીસ્ટ્રેશન કરવા વિશ્વ હિન્દૂ પરિષદ જિલ્લા મંત્રી કમલભાઈ દવે (૯૫૯૫૬ ૮૮૮૮૮), બજરંગદળ જિલ્લા સંયોજક કૃષ્પભાઈ રાઠોડ (૯૬૮૭૬ ૧૮૦૦૬) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે આ બાબા બુઢા અમરનાથ યાત્રાના સંપર્ક  ઇન્ચાર્જ નાનજીભાઈ સાખ અને સહ યાત્રા ઇન્ચાર્જ પરેશભાઈ રાવલ છે જે સમગ્ર સૌરાષ્ટ્રના યાત્રાળુને લઈને તા. ૨૬ જુલાઈએ પ્રથમ ટુકડી અને ૨૭ જુલાઈએ  બીજી ટુકડી લઈને રાજકોટથી જમ્મુ કાશ્મીર જવા રવાના થશે.




Latest News