મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

ગુજરાત દિવસ ક્વિઝ અભિયાનમાં  મોરબીના કુંતાસી ગામનાં વિદ્યાર્થીઓ અવ્વલ


SHARE







ગુજરાત દિવસ ક્વિઝ અભિયાનમાં  મોરબીના કુંતાસી ગામનાં વિદ્યાર્થીઓ અવ્વલ

સમગ્ર ગુજરાતનાં ટોપ ૧૦ માંથી ૪ બાળકો કુંતાસીનાં : શિક્ષણમંત્રીનાં હસ્તે થશે સન્માન

શિક્ષણ વિભાગ ગુજરાત સરકારના સહયોગથી એડયુટર એપ દ્વારા ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે ૧ મે થી ૧૦ મે સુધી ગુજરાત દિવસ ક્વિઝ મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.તેમાં કુંતાસી ગામની પ્રાથમિક શાળાના બે અને હાઈસ્કૂલના બે એમ એક જ ગામના ચાર વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ઠ દેખાવ કરી સમગ્ર ગુજરાતના ટોપ ટેનમાં સ્થાન મેળવી ગામ અને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

જેમાં પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની કુંડારીયા જાનવીએ બીજો ક્રમ, કુંડારીયા એકતાએ આઠમો ક્રમ અને હાઈસ્કૂલની વિદ્યાર્થીની સોઢીયા પૂજાએ સાતમો ક્રમ અને બસીયા વીણાએ નવમો ક્રમ મેળવ્યો છે.સમગ્ર ગુજરાતમાં બીજો ક્રમ મેળવેલ કુંડારીયા જાનવીનું શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘણીના હસ્તે સન્માન થશે.આ ક્વિઝમાં ગુજરાતની સંસ્કૃતિ, કલા-સાહિત્ય, વારસો, ઇતિહાસ, ભૂગોળ અને સ્થાપત્ય આધારિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.સમગ્ર અભિયાન અંતર્ગત આ ક્વિઝ અભિયાનમાં કુંતાસીનાં કુલ ચોવીસ બાળકોએ ભાગ લીધો અને શાળા સમય બાદ પણ શાળાએ આવી ખૂબ મહેનત કરી હતી.આ દરમિયાન શાળાના શિક્ષક બેચરભાઈ ગોધાણીએ તમામ બાળકોને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.






Latest News