મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના ડાયમંડનગર ગામે યુવાનને ત્રણ મહિલાઓ સહિત પાંચ વ્યક્તિઓએ માર માર્યો


SHARE







મોરબીના ડાયમંડનગર ગામે યુવાનને ત્રણ મહિલાઓ સહિત પાંચ વ્યક્તિઓએ માર માર્યો

મોરબી તાલુકાના આમરણ નજીક આવેલ ડાયમંડ નગર પાસે મેઈન બજારમાં યુવાનને ત્રણ મહિલાઓ સહિત પાંચ વ્યક્તિઓએ શંકાના આધારે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના ઓટાડા ગામે ધાવડામાતાના મંદિર પાસે બંગલા વાળી શેરીમાં રહેતો સાગરભાઇ મનસુખભાઇ સીપરીયા જાતે કોળી (ઉ.૨૪) મોરબી તાલુકાના આમરણ નજીક ડાયમંડનગરની બજારમાં હતો ત્યારે તેને બાબુભાઈ ઉર્ફે ઉપેન્દ્રભાઈ વિછોડિયા, ઇલાબેન બાબુભાઈ વિછોડિયા, જમનભાઈ શામજીભાઈ વિછોડિયા, જમનભાઈના પત્ની તેમજ જલ્પાબેન વિછોડિયાએ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા સાગરભાઇ મનસુખભાઈએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના મિત્ર રવિએ આરોપી બાબુભાઈ વિછોડિયાની ભત્રીજી ઋત્વી સાથે મૈત્રી કરાર કરેલ છે જેના કાગળ ફરિયાદી યુવાન ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને આપવા માટે આવ્યો હતો તે બાબતની શંકાના આધારે આરોપીઓએ તેને માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે હાલમાં આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે

વરલી જુગાર

મોરબી શહેરમાં આવેલ ઘંટીયા પા વિસ્તારમાં વરલી જુગાર આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે દિનેશભાઈ ચત્રભુજ કારીયા જાતે લોહાણા (૫૯) વરલી જુગાર આંકડા લેતા હોય તેની પાસેથી ૪૮૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બે બોટલ દારૂ

વાંકાનેર નજીક આવેલ લાલપર ગામની સીમમાં અંજની જીન પાસેથી પસાર થઈ રહેલા શખ્સોને પોલીસે ચેક કરતા તેની પાસેથી બે બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને ૭૫૦ રૂપિયાની કિંમતનો દારૃ કબજે કરીને પોલીસે વિજયભાઈ ઉર્ફે કીશન જીવાભાઈ મેર જાતે કોળી (ઉ.૨૨) રહે. લાલપર વાળાની ધરપકડ કરેલ છે






Latest News