મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રીમદ રાજ સોસાયટી પાસે પ્રિન્સિપાલ જજની સરકારી ઇનોવા કારનો અકસ્માત


SHARE







મોરબીમાં શ્રીમદ રાજ સોસાયટી પાસે પ્રિન્સિપાલ જજની સરકારી ઇનોવા કારનો અકસ્માત

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રોડ પર શ્રીમદ રાજ સોસાયટી પાસેથી પસાર થતી પ્રિન્સિપાલ જજની સરકારી ઇનોવા કારની પાછળના ભાગમાં બાઇક ચાલકે પોતાનું બાઇક અથડાવ્યું હતું જેથી કરીને કારના બમ્પર અને બ્રેક લાઈટમાં નુકસાન થયું હતું માટે હાલમાં કારમાં ૨૦ હજારનું નુકશાન થયું હોવા અંગેની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે જેથી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રોડ ઉપર શ્રીમદ રાજ સોસાયટી પાસે જયેશ બંગ્લોઝ પાસેથી મોરબીના પ્રિન્સિપલ જજ ફેમિલી કોર્ટની સરકારી ઈનોવા કાર નંબર જીજે ૩૬ જી ૦૪૬૩ જઈ રહ્યા હતા ત્યારે તેની પાછળના ભાગમાં બાઇક નંબર જીજે ૩૬ કયું ૩૧૪૯ ના ચાલકે પોતાનું બાઇક ધડાકાભેર તેમાં અથડાવ્યૂ હતું જેથી કરીને જજની સરકારી કારમાં બમ્પર તથા બ્રેક લાઈટમાં નુકસાન થયું હતું માટે હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કારમાં ૨૦ હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાની ફરિયાદ મિચી શેરમાં મોચી મંદિર પાસે રહેતા પાર્થ જનકભાઈ ચૌહાણએ નોંધાવી છે જેથી બાઇક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

યુવતી ગુમ
માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા ભરતભાઈ વિઠ્ઠલભાઈ થરેશા જાતે કોળી (ઉંમર ૪૧) એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરી આસાબેન (ઉંમર ૧૯) તા. ૨૬/૪ થી  પોતાના ઘરે કોઇને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જેથી કરીને આ બનાવ અંગે તેણે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમશૂધા નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News