મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં ધાર્મિક-સામાજિક કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા થયા સહભાગી


SHARE







મોરબીમાં ધાર્મિક-સામાજિક કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા થયા સહભાગી

મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય તેમજ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ બે દિવસ મોરબીના પ્રવેશ હતા ત્યારે મોરબી-માળીયા પંથકમાં ધાર્મિક, સામાજિક તેમજ રાજકીય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. અને મોરબીના નાગરિકોના જુદા જુદા ખાતાને લગતા પ્રશ્નો સાંભળ્યા અને તેના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપતી હતી તેમજ મોરબીમાં સ્વામી નારાયણ મંદિરની પ્રથમ સ્તંભ વિધિમાં પાનાં હાજરી આપી હતી તે ઉપરાંત વાંકાનેર નજીક સમર્પણ આશ્રમની મુલાકાત લઈ ધ્યાન શિબિરમાં જોડાયા હતા. તથા રત્નકુંવરબેનની કથા મોરબીના જલારામ મંદિરે ચાલી રહી છે ત્યાં હાજરી આપી હતી ત્યારબાદ લખધીરવાસ યુવા મંડળ પ્રાયોજિત કથામાં ઉપસ્થિત રહી નિખિલ શાસ્ત્રીજીની વાણીનો લાભ મેળવ્યો હતો. અને પછી કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. મોરબીમાં ચાલી રહેલ હનુમાન ચાલીસા કથામાં ખાસ ઉપસ્થિત રહી સ્વામીની પ્રેરક વાણીનો લાભ લીધો હતો તથા મોરબી કોળી સમાજના માંડવામાં ઉપસ્થિત રહ્યા હતા. માળીયા ખાતે રેલ્વે સ્ટેશનની મુલાકાત લઈ માળીયાથી પસાર થતા લાંબા અંતરની ટ્રેનોને માળીયા સ્ટોપેજ સંબંધિત અધિકારીઓને રજૂઆત તેમજ આ અંગે વિવિધ જાણકારી મેળવી હતી. અને માળીયા ખાતે પીવાના પાણીના કાર્યપાલક ઈજનેર, નાયબ કલેકટર તેમજ સંબંધિત વ્યક્તિઓ અને ગામોના આગેવાનો સાથે પાણીની સમસ્યા તાત્કાલિક નિરાકરણ થાય તે માટે સૂચના આપી હતી.  






Latest News