મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના કેરાળા ગામે “તું તારુ બી.પી.એલ. મકાન તારા પિતાને કેમ વેચવા દેતો નથી” કહીને યુવાનને બે શખ્સોએ માર માર્યો


SHARE







વાંકાનેરના કેરાળા ગામે “તું તારુ બી.પી.એલ. મકાન તારા પિતાને કેમ વેચવા દેતો નથી” કહીને યુવાનને બે શખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાનાં કેરાળા ગામે “તું તારુ બી.પી.એલ. મકાન તારા પિતાને કેમ વેચવા દેતો નથી” તેમ કહીને બે શખ્સો દ્વારા યુવાનને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના સરતાનપર ગામે રામ મંદિર પાછળ ધારશીભાઈ કોળીના મકાનમાં રહેતા ઉકાભાઈ લાખાભાઈ બાંભવા જાતે ભરવાડ (ઉ.૨૯)એ ગોવિંદભાઈ ગોરાભાઈ બાંભવા તથા લાલાભાઈ ગોવિંદભાઈ બાંભવા રહે બંને કેરાળા તાલુકો વાંકાનેર વાળની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યું છે કેકેરાળા ગામમાં બાલુભાઈ મુસલમાનની દુકાન પાસે તે હતો ત્યારે તેનું બી.પી.એલ. મકાન કેરાળા ગામે આવેલ છે જે મકાન વેચવાની તેને પોતાના પિતાને ના પડી હતી જેથી કરીને આરોપી ગોવિંદભાઈ ગોરાભાઈ બાંભવાએ “તું તારુ બી.પી.એલ. મકાન તારા પિતાને કેમ વેચવા દેતો નથી” તેમ કહેતા ફરીયાદીએ મકાન બી.પી.એલ.માં આવ્યું હોય વેચી શકાય નહિ જેથી મારે મકાન વેચવુ નથી તેમ કહેતા આરોપીને સારૂ નહિ લાગતા બંને આરોપીઓએ તેને ગાળો આપી હતી અને ગોવિંદભાઈ ગોરાભાઈ બાંભવાએ તેને લાકડી વતી ડાબી બાજુ પેટના ભાગે તથા જમણા હાથે કાંડાના ભાગે મુંઢ માર મારી ઇજા કરી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતાં વાંકાનેર સીટી પોલીસે આઈ.પી.સી. કલમ ૩૨૩૫૦૪૫૦૬ (૨)૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી કરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ 






Latest News