મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કુંભારીયા ગામને પીવાનું પાણી પહોચડવા ભૂતિયા કનેક્શનોને દૂર કરવા મંત્રીની તાકીદ


SHARE







માળીયા (મી)ના કુંભારીયા ગામને પીવાનું પાણી પહોચડવા ભૂતિયા કનેક્શનોને દૂર કરવા મંત્રીની તાકીદ

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના કુંભારીયા ગામે પીવાના પાણીની સમસ્યાની ફરિયાદ અંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજય મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ અંગત રસ લઇને અધિકારીને સાથે રાખીને ગ્રામજનો સાથે બેઠક કરીને તાત્કાલીક પાણી વિતરણના પ્રશ્નનું સમાધાન કરવામાં આવ્યું હતું. અને ભૂતિયા કનેક્શનોને દૂર કરવા મંત્રી મેરજાએ અધિકારીઓને તાકીદ કરી હતી

મોરબી માળીયાના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ સંબંધિત અધિકારીઓને સાથે રાખીને ગ્રામજનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પાણી પ્રશ્ને ગ્રામજનોના પ્રશ્નો અને ઉકેલ બાબતે વ્યાપક ચર્ચા વિચારણા હાથ ધરીને સમસ્યાનું નિવારણ લાવવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. અને કુંભારીયા ગામમાં આવતી પાઇપ લાઇનમાં વચ્ચે ૩૦૦ મિટર સુધી પાણીની લાઇનમાં ફોલ્ટ આવી ગયું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. તેમજ પાણીની લાઇન ચોક-અપ થઇ ગઇ હોય તેને  ચેક કરવા અને સંપમાં પૂરતું પાણી આપવા માટે પાણી પૂરવઠા બોર્ડને તાકીદ કરી હતી અને સંપમાંથી ઘરે-ઘરે પાણી આપવાની જવાબદારી ગ્રામ પંચાયતે નિભાવવી પડશે તેમ મંત્રીએ બેઠકમાં જણાવ્યું હતું. આ પાઇપ લાઇનમાં ભૂતિયા કનેક્શનોને દૂર કરવા અંગે ગ્રામજનોની રજૂઆત કરી હતી જેને પગલે મંત્રીએ મામલતદારને ભૂતિયા કનેક્શન ધારકો સામે પોલીસ કેસ કરવા તાકીદ કરી હતી.આ બેઠકમાં પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર વાય.એમ.વાંકાણી, મામલતદાર ડી.સી.પરમાર, તાલુકા વિકાસ અધિકારી આર.એ.કોંઢીયા, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News