મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

સરકારી મેડિકલ કોલેજના નામે મોરબી ભાજપ સંગઠન લોકોને મૂર્ખ બનાવે છે : રમેશ રબારી


SHARE







સરકારી મેડિકલ કોલેજના નામે મોરબી ભાજપ સંગઠન લોકોને મૂર્ખ બનાવે છે : રમેશ રબારી

કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકારે મોરબી જીલ્લાની પ્રજાને હળહળ તો અન્યાય કરેલ છે.ત્યારે મોરબી ભાજપ અને મોરબીના ધારાસભ્ય કમ મંત્રી  લજવાને બદલે ગાજે છે..?! તેવો આકક્ષેપ અહીંના કોંગી આગેવાને કરેલ છે.

મોરબી વિધાન સભાની પેટાચૂંટણી પહેલા જેતે સમયના ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી નીતિન ભાઈ પટેલ દ્વારા વિધાનસભામાં જાહેરાત કરેલ કે મોરબી જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવેલ છે.ત્યારબાદ મોરબી કલેકટર મારફત શનાળા પાસે જમીન પણ ફળવાય ગયેલ અને ૨૦૨૨ થી મોરબીની ગિબ્સન સ્કૂલમાં સરકારી મેડિકલ કોલેજ ચાલુ પણ કરવાની હતી તે માટેની તમામ પ્રકિયા પણ પૂરી થઈ ગયેલ ત્યાં કોઇ ઉદ્યોગપતિ અને  ભાજપના કોઇ નેતાઓની મીલીભગતથી આ સરકારી મેડિકલ કોલેજ અન્ય જિલ્લામાં ફાળવીને મોરબીને ખાનગી મેડિકલ કોલેજ આપવામાં આવી છે ત્યારે કહેવાતા ભાજપના સંગઠનના નેતાઓ અને હાલના મોરબીના ધારાસભ્ય કમ મંત્રી પ્રજાને ખોટી ગેરંટી આપી કહે છે કે મોરબીને સરકારી મેડિકલ કોલેજ જ મળસે તો ‌શુ મોરબી ભાજપ સંગઠનએ સરકાર છે..? કે મુખ્યમંત્રી કે આરોગ્ય મંત્રી‌ છે..? ખરેખર જ જો મોરબીને સરકારી મેડિકલ કોલેજ મળવાની હોય તો લેખિતમાં આરોગ્યમંત્રી કે મુખ્યમંત્રી મોરબીની પ્રજાને આપે અને તે લોકો જાહેરાત કરે તો પ્રજાને વિશ્વાસ આવે બાકી ભાજપ સંગઠન તો મોરબીની પ્રજાને મૂર્ખ બનાવવા માટે જાણીતું છે.લેખિત કે મોખીત સરકારની જાહેરાત વગર ગેરંટી આપી પ્રજાનું અપમાન કરી રહેલ છે.મોરબીની પ્રજાના હિત માટે તમામ મોરબીવાસીઓએ જાગૃત થઇ આ મોરબી જિલ્લા અને અહીંના વિદ્યાર્થીઓના હિતમાં મોરબીને સરકારી મેડિકલ કોલેજ મળે તે માટે સાથે મળી લડત લડવી જ જોય તેમ ગુજરાત પ્રદેશ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ યાદીમાં જણાવેલ છે.






Latest News