મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરૂ પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું
Breaking news
Morbi Today

મોરબી નાલંદા વિદ્યાલય ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર પ્રધાનમંત્રીનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો


SHARE











મોરબી નાલંદા વિદ્યાલય ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર પ્રધાનમંત્રીનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો

ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને દેશના સન્માનીય, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત રાજ્યની મુલાકાતે તા.૧૮, ૧૯ અને ૨૦ એપ્રિલ ૨૦૨૨ ના રોજ હોય પ્રધાનમંત્રી તા.૧૮-૪ ના રોજ સાંજના ૬ થી ૭ : ૧૦ કલાક સુધીના સમયગાળા દરમ્યાન ગાંધીનગરના શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમ્યાન શિક્ષણ ક્ષેત્ર દ્વારા હાંસલ કરેલ સિદ્ધિઓ, ટેકનોલોજીની દ્રષ્ટિએ આવેલ આમુલ પરિવર્તન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે ગુજરાતમાં થયેલ પ્રગતિશીલ કાર્યો, સંપૂર્ણ ગુજરાત રાજ્યમાં અભ્યાસ કરતા બાળકોના ડેટાબેઝ, તમામ શૈક્ષણિક કર્મચારીઓના ડેટાબેઝ, સ્કુલ ઓફ એક્સલન્સ વગેરેથી પ્રધાનમંત્રીને અવગત કરવામાં આવ્યા હતા.ત્યારે સૌના પ્રયત્નોની ઝાંખી પ્રધાનમંત્રીએ કરી હતી શિક્ષણ ક્ષેત્રેમાં સૌના ભગીરથ પ્રયાસોની જાણ સમાજના છેવાડાના નાગરિક સુધી પહોચી શકે તે અર્થે શાળા ક્ક્ષાએ ગ્રામજનો, સમાજના અગ્રણીઓ, સરપંચ ગ્રામપંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સદસ્ય, એસ.એમ.સી.સભ્યઓ, વાલીઓ,વિદ્યાર્થીઓ સૌ શિક્ષક મિત્રો ખુબ મોટી સંખ્યામાં નાલંદા વિદ્યાલય મોરબી ખાતે હાજર રહી આ કાર્યક્રમમાં સાંજે ૬ થી ૭.૧૦ કલાક વિવિધ ડિજીટલ માધ્યમો જેવા કે યુ ટ્યુબ, માઇક્રોસોફ્ટ ટીમ, બાયસેગ, ડીડી ગિરનાર વગેરે દ્વારા કાર્યક્રમ નિહાળી સહભાગી બન્યા હતા.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અંબાજી વાંકી પ્રા.શાળા કચ્છ, કુકરમુંડા તાપી જિલ્લાની પ્રા.શાળાના શિક્ષક અને વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોતરી કરી હતી દીક્ષા પોર્ટલ તેમજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર વિશે વાતો કરી હતી.

આ પ્રસંગ યાદગાર બની રહે તે માટે  નાલંદા વિદ્યાલય ખાતે દુર્લભજીભાઈ દેથરીયા પ્રમુખ જિલ્લા ભાજપ પ્રવિણભાઈ સોનગ્રા ચેરમેન શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત મોરબી બી.એમ.સોલંકી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ટંકારા,દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ,કિરણભાઈ કાચરોલા મંત્રી હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી હર્ષદભાઈ ગામી,જયેશભાઇ ગામી,કાર્તિકભાઈ પાંચોટિયા નાલંદા વિદ્યાલયના ટ્રષ્ટિઓ તેમજ ખુબજ મોટી સંખ્યામાં શિક્ષકોએ રવાપર,તાલુકા શાળા નંબર ૧ અને ૨, સાર્થક વિદ્યા મંદિર, બી.આર.સી. ભવન-મોરબી, ટંકારા, હળવદ, વાંકાનેર, માળિયા વગેરે સ્થળ ખાતે ઉપસ્થિત રહી કાર્યક્રમ લાઈવ નિહાળ્યો હતો.કાર્યક્રમને સફળ બનાવવા પ્રવિણભાઈ ભોરણીયા મદદનીશ ડીપીસી પ્રવિણભાઈ અંબારિયા, ડીઓ કચેરીના હિતેશભાઈ મર્થક, અભિજીત રાણા એમઆઈએસ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.






Latest News