મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં નીલકંઠ વિદ્યાલય દ્વારા પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત સાયક્લોથોન યોજાઈ


SHARE







મોરબીમાં નીલકંઠ વિદ્યાલય દ્વારા પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત સાયક્લોથોન યોજાઈ

દિવસે ને દિવસે પ્રદૂષણનું પ્રમાણ વધતું રહ્યું છે.આ પ્રદૂષણ વિશેની જાગૃતિ લોકોમાં આવે એ હેતુથી નીલકંઠ સ્કૂલ તેમજ સક્ષમ-૨૦૨૨ (IOCL) ના સંયુક્ત ઉપક્રમે સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમની શરૂઆત શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઈ મેરજા રાષ્ટ્રીય શૈક્ષિકસંઘ મોરબી જિલ્લા પ્રમુખ દિનેશભાઈ વડસોલા, નીલકંઠ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ વડસોલા અને નવનીતભાઈ કાસુન્દ્રાના હસ્તે લીલીઝંડી આપી કરવામાં આવ્યું હતું. જેમાં 120 થી વધુ સાયકલવીરોએ ભાગ લીધો હતો.આ સાયકલોથોનએ શહેરમાં 2.5 કિમી વિસ્તારમાં ફરીને લોકોને ઉર્જા બચાવવા માટેની અપીલ કરી હતી.આ પ્રસંગે  બ્રિજેશભાઈ મેરજાએ આપણા કુદરતી સંસાધનોને બચાવવા માટે "હરિત અને સ્વચ્છ ઉર્જા અપનાવો,આઝાદીનો અમૃત મહોત્સવ મનાવો" પર ધ્યાન આપવાની જરૂર છે તેમ જણાવ્યું હતું .આ પ્રવૃત્તિઓનો હેતુ ગુજરાતી જનસમુદાયમાં બળતણની બચત,સ્વચ્છ ઊર્જાનો ફાયદો,પર્યાવરણીય પ્રદૂષણને ઘટાડવા વગેરે જેવા સંદેશાઓ પ્રસરાવવાનો હતો.આ કાર્યક્રમને અંતે 120 થી વધુ સાયકલિસ્ટને નીલકંઠ સ્કૂલ દ્વારા ફાઈલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.




Latest News