મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ નદીના પટમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: ત્રણ શખ્સની ધરપકડ


SHARE







મોરબીમાં મચ્છુ નદીના પટમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: ત્રણ શખ્સની ધરપકડ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ આદર્શ સોસાયટીની સામેના ભાગમાં મચ્છુ નદીના પટમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દેશી દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૯૦૦ લીટર આથો તેમજ તૈયાર ૧૦૦ લિટર દેશી દારૂ સાથે ત્રણની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ આદર્શ સોસાયટી સામે નદીના પટમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા સ્થળ ઉપર રેડ કરવામાં આવતા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૯૦૦ લિટર આથો અને ૧૦૦ લિટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો તે ઉપરાંત ગેસનો બાટલો, ગેસનો ચૂલો વિગેરે સાધન સામગ્રી મળીને ૬૨૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને હાલમાં રમજાનભાઇ મહમદભાઇ મંસુરી (૩૨), રહે. ઉમા ટાઉનશીપની બાજુમા મફતીયાપરા, ભરતભાઇ વાલાભાઇ સાલાણી (૪૦) રહે. વેજીટેબલ રોડ લાભનગર મોરબી અને જેશીંગભાઇ ઉર્ફે હનુમાન હરખાભાઇ અગેચણીયા રહે. વેજીટેબલ રોડ મફતીયાપરા વાળાની ધરપકડ કરેલ છે

એક બોટલ દારૂ

વાંકાનેરમાં જીનપરા જકાત નાકા પાસેથી એકટીવા લઈને પસાર થઈ રહેલા શખ્સોને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલ તેમજ બે મોબાઇલ ફોન અને એક્ટીવા નંબર જીજે ૩૬ એન ૯૬૪૩ આમ કુલ મળીને ૩૨૩૭૫ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે કિશનભાઇ ઉર્ફે કાનો અશોકભાઈ ખીરૈયા જાતે લોહાણા (૩૦) રહે. આરોગ્યનગર શેરી નં.-૪ વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે




Latest News