મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મિ)ના ખાખરેચી ગામે પરિણીતાએ કરેલા આપઘાતના બનાવમાં પતિ, સાસુ અને સસરા સામે ગુનો નોંધાયો


SHARE







માળીયા (મિ)ના ખાખરેચી ગામે પરિણીતાએ કરેલા આપઘાતના બનાવમાં પતિ, સાસુ અને સસરા સામે ગુનો નોંધાયો

માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે થોડા દિવસો પહેલા પરિણીતાએ પોતાના ઘરની અંદર પંખા સાથે સાડી વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં મૃતકના પિતાએ હાલમાં તેના જમાઈ સહિત ત્રણ સામે દીકરીને ઘર કામ આવડતું નથી તેવું કહીને ઝઘડા કરતાં હતા જેથી તેની દીકરીએ આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા ગોપાલભાઈ નવઘણભાઈ કોળી (ઉંમર ૨૨) ના પત્ની તેજલબેન કોળી (ઉંમર ૨૦) એ પોતાના જ ઘરની અંદર રૂમમાં પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં મૃતક પરિણીતાના જામનગરના બાલભા ખાતે રહેતા પિતા ભટુભાઈ ઘોઘાભાઈ રાઠોડ (૫૦)એ માલિતા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરી તેજલને ઘર કામ આવડતું નથી તેવું કહીને જમાઈ ગોપાલભાઈ નવઘણભાઈ કોળી, સસરા નવઘણભાઈ પ્રભુભાઈ કોળી અને સાસુ વનિતા નવઘણભાઈ કોળી તેની સાથે અવાર નવાર ઝઘડા કરતાં હતા અને માનસિક ત્રાસ આપતા હતા જે સહન ન થતાં તેને આપઘાત કરી લીધો છે જેથી પોલીસે હાલમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News