મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

માળીયા (મિં)ના જુના ઘાંટીલાની સીમમાં જુગાર રમતા સાત શખ્સો ૯૮,૭૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE







માળીયા (મિં)ના જુના ઘાંટીલાની સીમમાં જુગાર રમતા સાત શખ્સો ૯૮,૭૦૦ ની રોકડ સાથે પકડાયા

માળીયા મિયાણાં તાલુકાના જુના ઘાંટીલા ગામે સીમમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરતા સાત શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી ૯૮,૭૦૦ ની રોકડ કબ્જે કરીને તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના જુના ઘાંટીલા ગામે કોઠારીયાની સીમમાં આવેલ અંબારામભાઈ છનીયારાની વાડી પાસે લીમડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી માળિયા તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા પ્રવીણભાઈ બેચરભાઈ ભોરણીયા, પિયુષભાઈ લાલજીભાઈ વિઠલાપરા, ચંદુલાલ જાદવજીભાઈ કાલરીયા, દિનેશભાઈ બાબુભાઈ લોલાડીયા, વિપુલભાઈ કાનજીભાઈ ગડેસીયા, ઘનશ્યામભાઈ હરીશભાઇ ગઢવી અને અંબારામભાઈ ગાંડુભાઈ છનીયારા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૯૮,૭૦૦ ની કિંમતની રોકડ કબ્જે કરીને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા જશુબેન વિનોદભાઈ સારલા નામના ૩૨ વર્ષીય મહિલા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે હળવદના માર્કેટિંગ યાર્ડ નજીક તેઓનું બાઇક સ્લીપ થઇ જતાં સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા જસુબેન સારલાને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. જયારે હળવદના શર્માફળી વિસ્તારમાં રહેતા ઇશીતાબેન જયેશભાઈ રાવલ નામની ૧૨ વર્ષીય બાળકી બાઇકમાંથી પડી જતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી ખસેડાઇ હતી.તેમજ હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતો પ્રવિણભાઇ શીવાભાઈ ઇંદરીયા નામનો ૨૬ વર્ષીય યુવાન બાઇક લઇને વાડીએથી પરત ઘરે જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રત થવાથી પ્રવિણ શીવા ઇંદરીયાને પણ સારવાર માટે મોરબી ખસેડાયો હતો બનાવની પ્રાથમિક તપાસ કરીને બનાવ હળવદ વિસ્તારનો હોય મોરબી પોલીસે બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.




Latest News