મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

ફિલ્મ સ્ટાર દિલીપ કુમારનું ૯૮ વર્ષની ઉંમરે અવસાન


SHARE







ફિલ્મ સ્ટાર દિલીપ કુમારનું ૯૮ વર્ષની ઉંમરે અવસાન

છેલ્લા ઘણા સ્મથી દિલીપ કુમાર સારવાર હેઠળ હતા અને આજે બુધવાર તા ૭/૭ ના રોજ સવારે ૭:૩૦ કલાકે મુંબઈના ખાર ખાતે આવેલી હિંદુજા હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતો અને હિંદી સિનેમાના દિગ્ગજ કલાકાર દિલીપ કુમારનું આજે અવસાન થયું છે. દિલીપ કુમાર ઘણા લાંબા સમયથી બીમાર રહેતા હતા અને અનેક વખત તેમને મુંબઈ ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ટ્રેજેડી કિંગ દિલીપ કુમારના અવસાનથી બોલિવુડ સહિત દેશભરમાં શોકની લાગણી વ્યાપી છે અને અનેક દિગ્ગજોએ તેમને નમન પાઠવ્યા હતા. દિલીપ કુમારે બુધવારે સવારે ૭:૩૦ કલાકે મુંબઈના ખાર ખાતે આવેલી હિંદુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અને હોસ્પિટલના ડૉ. પાર્કર જે તેમની સારવાર કરી રહ્યા હતા તેમણે દિલીપ કુમારના અવસાનની પૃષ્ટિ કરી હતી અત્રે ઉલેખનીય છે કે, દિલીપ કુમારને છેલ્લા એક મહિનામાં બે વખત હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.....

દિલીપ કુમાર....

દિલીપ કુમાર તરીકે જાણીતા ભારતીય ફિલ્મ કલાકારનું સાચું નામ મહંમદ યુસુફ ખાન  હતું અને તેનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૨૨ થયો હતો અને અવસાન ૭ જુલાઈ ૨૦૨૧ ના રોજ થયું છે જેઓ "ટ્રેજેડી કિંગ" તરીકે પણ ખ્યાતનામ છે અને સત્યજીત રાયે તેમને "the ultimate method actor" તરીકે ઓળખાવ્યા છે તેમણે પોતાની કારકિર્દીની શરુઆત 'જ્વાર ભાટા' નામની ફિલ્મથી ૧૯૪૪માં કરી હતી. તેમની કારકિર્દી ૬ દાયકામાં ૬૦ ફિલ્મો કરી છે અને તેમણે વિવિધ પ્રકારની ફિલ્મો જેવી કે પ્રણય આધારિત 'અંદાજ' (૧૯૪૯), 'આન' (૧૯૫૨) તેમજ નાટકીય 'દેવદાસ' (૧૯૫૫), રમુજી ફિલ્મ 'આઝાદ' (૧૯૫૫), ઐતહાસિક 'મુગલ-એ-આઝમ' (૧૯૬૦) તેમજ સામાજીક 'ગંગા જમુના' (૧૯૬૧)માં અભિનય કર્યો છે.
 






Latest News