મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પેટ્રોલિયમ ડીલર્સ એસો.ના પ્રમુખ પદે સુભાષભાઈ પડસુંબીયાની વરણી


SHARE







મોરબી જિલ્લા પેટ્રોલિયમ ડીલર્સ એસો.ના પ્રમુખ પદે સુભાષભાઈ પડસુંબીયાની વરણી

મોરબી જિલ્લા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનની તાજેતરમાં મિટિંગ મળી હતી જેમાં બહોળી સંખ્યા મા પેટ્રોલિયમ ડીલર્સ ભાઈઓ હાજર રહ્યા હતા ત્યારે મોરબી જિલ્લા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના નવા પ્રમુખ તરીકે સુભાષભાઈ પડસુંબીયાની વરણી કરવામાં આવી છે

મોરબી નજીકના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમ સામે હોટેલ રાધિકામાં તાજેતરમાં મોરબી જિલ્લા  પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનની જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામા પેટ્રોલિયમ ડીલર્સ ભાઈઓ હાજર રહ્યા હતા અને આ મિટિંગમાં વર્તમાન પ્રમુખ હર્ષદભાઈ કડીવાર, ઉપપ્રમુખ વિનોદભાઈ ડાભી તથા સેક્રેટરી અનિલભાઈ બુધદેવની મુદત પૂરી થતી હોવાથી તેમણે સ્વૈચ્છિક રાજીનામાં આપ્યા હતા ત્યાર બાદ સર્વાનુમતે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં નવા પ્રમુખ તરીકે સુભાષભાઈ પડસુંબીયા, ઉપપ્રમુખ તરીકે પ્રદિપભાઈ હુંબલ, સેક્રેટરી તરીકે અનિલભાઈ બુધદેવની સર્વ સંમતી સાથે વરણી કરવામાં આવેલ છે અને મોરબી જિલ્લા  પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ સુભાષભાઈ પડસુંબીયાએ જણાવ્યુ હતું કે, પેટ્રોલિયમ ડિલરોના ગંભીર પ્રશ્નોને મહત્વ આપીને તેને ઉકેલવા માટેનો પ્રયાસ કરવામાં આવશે અને ખાસ કરીને સંગઠનને મજબૂત કરવા તથા પેટ્રોલિયમ ડીલરોનો ઘણા સમયથી કમિશન વધારવાનો પ્રશ્ન છે તે પડતર પ્રશ્નને ઉકેલવા માટે પ્રાથમિકતા આપવામાં આવશે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News