મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ટંકરાના રહેવાસી વૃદ્ધનું દુકાનની ખુરશીએ બેઠાબેઠા એકાએક મોત


SHARE







ટંકરાના રહેવાસી વૃદ્ધનું દુકાનની ખુરશીએ બેઠાબેઠા એકાએક મોત

મોરબીના ટંકારામાં રહેતા સવજીભાઇ રામજીભાઇ કકાસણીયા નામના ૬૫ વર્ષીય વૃદ્ધ સરીતા ટ્રેડિંગ નામની દુકાને ખુરસીમાં બેઠા હતા ત્યાં અચાનક ખુરશીમાં બેઠાબેઠા જ તેઓ બેભાન થઇને નિચે ઢળી પડયા હતા.જેથી તેમને બેભાન હાલતમાં જ સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા જયાં તેઓને જોઇ તપાસીને તબીબ દ્રારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા જેથી કરીને હાલ પ્રાથમિક તપાસ કરીને એ ડીવીઝન પોલીસે બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરી હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના ટંકારા તાલુકાના લજાઇ ગામના વતની ભાનુબેન સામતભાઈ મકવાણા નામના ૫૦ વર્ષીય આધેડ મહિલા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે લજાઈ ચોકડી પાસે તેઓના બાઈકને કોઈ અજાણી કારના ચાલકે હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ઈજાઓ થતાં ભાનુબેન મકવાણાને અહિંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.મોરબીના રવાપર રોડ ઉપર બાઈકમાં બેસીને જતા સમયે બાઇક સ્લીપ થઇ જતા પડી જવાથી નવરાજભાઈ બીરશ્યામભાઈ સુનાર નામના ૪૨ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયો હતો.

યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર રોડ ઉપર આવેલ મોટો સ્લીમ સિરામિક નામના કારખાના પાસે રહીને મજૂરીકામ કરતા બીરેન્દ્રકુમાર રામતીહારી ચૌધરી નામનો ૪૯ વર્ષીય આધેડ પોતાના વાહનમાં જતો હતો ત્યારે ત્યાં સરતાનપર ચોકડી નજીક વાહન અકસ્માતમાં ઇજા થતા તેને સદભાવના હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.જામનગર ખાતે રહેતો જોય સુનિલભાઈ ચીખલીયા નામનો ૧૫ વર્ષીય બાળક સ્કૂલેથી પરત સાયકલ લઈને ઘરે જતો હતો ત્યાં રસ્તામાં તે સાયકલમાંથી નિચે પડી જતા ઇજાગ્રસ્ત જોય ચીખલીયાને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે ગૌરીદળના રહેવાસી લાખાભાઈ શીવાભાઈ ટોળીયા નામનો ૪૮ વર્ષીય યુવાન બિલેશ્વર નજીકથી બાઇકમાં જતો હતો તે સમયે તે બાઇકમાંથી પડી જતા ઇજાગ્રસ્ત લાખાભાઇ ટોળીયાને પણ સારવાર માટે અહીં મોરબીની આયુષ હોસ્પીટલે ખસેડાયો હતો.




Latest News