મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ઝાંસી ઓટીટીએ મહિલાઓને મંચ આપી તેની સાફલ્યગાથા લોકો સુધી પહોંચાડવાની તક આપી: બ્રિજેશભાઈ મેરજા 


SHARE







'ઝાંસી' ઓટીટીએ મહિલાઓને મંચ આપી તેની સાફલ્યગાથા લોકો સુધી પહોંચાડવાની તક આપી: બ્રિજેશભાઈ મેરજા 

અમદાવાદ ખાતે ઝાંસી ઓટીટી અને સૃષ્ટિ ભારત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત 'શક્તિ કોન્કલેવ - 2022'માં શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ કહ્યું કે, સ્ત્રી શક્તિ એ કુદરતનું વરદાન અને નિર્મિત મહાન શક્તિ છે, ત્યારે 'ઝાંસી' ઓટીટીએ મહિલાઓને મંચ આપી તેઓની  સાફલ્યગાથા અન્ય લોકો સુધી પહોંચાડી રહી છે તે ખરેખર પ્રેરણાદાયી અને સરાહનીય છે.

'શક્તિ કોન્કલેવ - 2022' થકી સમાજની મહિલાઑને મંચ પૂરુ પાડવાના નવતર પ્રયાસ બદલ ઝાંસી ઓટીટીની સમગ્ર ટીમને મંત્રી બ્રિજેશ મેરજાએ શુભેચ્છા પણ પાઠવી હતી. આ અવસરે મંત્રી બ્રિજેશ મેરજાએ 'શક્તિ કોન્કલેવ 2022'માં યોજાયેલી ડિબેટમાં ભાગ લઈને વિવિધ મુદ્દાઓ પર સંવાદ કર્યો હતો. મંત્રીએ કૌશલ્ય પર વાતચીત કરતા કહ્યું કે, સમાજનાં સૌએ પોતાનું કૌશલ્ય બહાર લાવી આત્મનિર્ભર બનીને દેશના વિકાસમાં ભાગીદાર બનવું જોઈએ.

મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈમોદીએ આપેલા સૂત્ર 'સ્કીલ + વિલ + ઝીલ = વિન'ને સૌએ ચરિતાર્થ કરવાનો છે એવો અનુરોધ પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 'શક્તિ કોન્કલેવ - 2022' અંતર્ગત એવી મહિલાઑને મંચ પૂરુ પાડવાનો નવતર પ્રયાસ હાથ ઘરવામાં આવ્યો છે. જેમાં સમાજની પીડિતાઓ તેમજ આત્મનિર્ભર બનેલી મહિલાઓને એક મંચ પર લાવી સીધા જ રાજ્ય સરકારને પ્રશ્નો પૂછવાનો અધિકાર પ્રાપ્ત કરાવે છે.

આ પ્રસંગે પારુલ યુનિવર્સિટીના મેડિકલ ડિરેક્ટર અને ટ્ર્સ્ટી શ્રીમતી ગીતિકાબેન પટેલ, ઝાંસી ઓટીટીના ફાઉન્ડર તથા સીઇઓ જીજ્ઞા રાજગોર, સૃષ્ટિ ભારત ફાઉન્ડેશનના ફાઉન્ડર અનાર મહેતા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સન બિલ્ડર્સના નરેન્દ્ર પટેલ અને બેલ્ટ એન્ડ બેરિંગના મુકેશભાઈ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા.

શક્તિ સ્વરૂપ મહિલાઓનું કરાયું સન્માન

આ શક્તિ કોન્કલેવ - 2022માં એસિડ એટેકનો ભોગ બનનાર કાજલ પ્રજાપતિ, સ્કાય ડ્રાઇવર શ્વેતા પરમાર, દિકરીઓના ભણતર માટે કરોડો રૂપિયા દાન કરનાર નિશિતા રાજપૂત, પેટલાદમાં ગ્રામસેવક તરીકેની નોકરી પ્રાપ્ત કરનાર કિન્નર દિવ્ય કુંવર, પીંક રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાત ચલાવતા જસુબેન રબારીએ ભાગ લીધો હતો અને તેઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે 'she' ટીમના સભ્યોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા




Latest News