મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે ગળેફાંસો ખાઇ ગયેલ યુવાન સારવારમાં


SHARE







મોરબીના સામાકાંઠે ગળેફાંસો ખાઇ ગયેલ યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા યુવાને નશાની હાલતમાં તેના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેને સારવારમાં ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર વિસ્તારમાં રહેતા ગોવિંદ દિનેશભાઈ અદગામા નામના કોળી યુવાને નશાની હાલતમાં તેના ઘેર પંખા સાથે સાડી વડે ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી કરીને જાણ થઇ જતાં તેને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો અને હાલ સારવાર હેઠળ છે. બનાવને પગલે હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી નજીકના નાગડાવાસ ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં લવકુશ શોભાભાઈ ચૌહાણ નામના યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જયારે મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતા મણીબેન મોતીભાઈ નિમાવત નામના ૮૨ વર્ષના વૃદ્ધા ગામમાં રોડ ક્રોસ કરતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રસ્ત વૃધ્ધાને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા.તેમજ મોરબી નજીકના રફાળેશ્વર ગામે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી કમલેશ કાળુભાઈ મોઢુદળીયા નામના ૨૮ વર્ષીય યુવાનને સારવાર માટે ખસેડાયો હતો. જ્યારે લાલપર ગામે રહેતો અને ગામની પાસેથી પગપાળા જઈ રહેલા રાજેશ્વર પાંડે નામના ૪૬ વર્ષીય યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને પણ સારવારમાં ખસેડાયો હતો.






Latest News